Vadodara

વડોદરા : તસ્કરોને માતાજીનો પણ ડર નથી, અંબેમાતાના મંદિરમાંથી આખેઆખી દાન પેટીની ચોરી

પ્રતિનિધિ વડોદરા તા.14
તસ્કરોએ ફરી એકવાર જાહેર રોડ પર આવેલા મંદિરને નિશાન બનાવીને પોલીસ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવી નાખ્યાં છે. જાંબુઆ બાયપાસ પાસે અંબે માતાજીના મંદિરમાં મોડી રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતા અને રૂપિયા ભરેલી આખેઆખી દાન પેટી ઉઠાવી ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે તસ્કરોને હવે ભગવાન તથા માતાજીનો પણ ડર રહ્યો નથી જેથી મંદિરોને પણ ટાર્ગેટ કરતા ડરતા નથી.
છેલ્લા ઘણા સમયથી તસ્કરોએ જાણે સમગ્ર વડોદરા શહેરને બાનમાં લીધુ હોય તેમ ઉપરા છાપરી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. નાઇટ પેટ્રોલિંગના લીરેલીરા ઉડાવતા તસ્કરોને જાણે પોલીસને કોઇ પ્રકારનો ડર ન હોય તેમ બિન્દાસ્ત રીતે ચોરીને અંજામ આપી નો દો ગ્યારહ થઇ જતા હોય છે. ત્યારે વધુ મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે. જેમાં એવી વિગત છે કે વડોદરા શહેરના જાંબુઆ બાયપાસ પાસે સ્થાનિક ગ્રામજનો અને રિક્ષા ચાલકો સહિતના લોકો દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિક લોકો સહિતના મોટી સંખ્યામાં ભક્તો મંદિરે દર્શન કરવા સાથે ત્યાં આરામ ફરમાવી ત્યારબાદ માતાજી દર્શન કરીને અહિયાથી નીકળતા વેળા ત્યાં મુકવામાં આવેલી દાન પેટીમાં પોતાની શક્તિ મુજબ દાન પેટીમાં રકમ મુકવામાં આવતી હતી. ત્યારે ઘણા સમયથી દાન પેટી ખોલી ન હોય આ મંદિરની દાન પેટીમાં મોટી રકમ એકઠી થઇ હતી. પરંતુ દાનપેટી ખુલ્લી રાખવામાં આવી હતી. તસ્કરોએ 13 નવેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે આ અંબે માતાજીના મંદિરને નિશાન બનાવ્યું હતું અને મંદિરમાંથી મુકેલી આખેઆખી દાન પેટી ચોરી કરી લઇ ગયા હતા. વહેલીસવારે પુજારી સહિતના લોકો આવ્યાં હતા ત્યારે દાનપેટી ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યાર આ વિસ્તારમાં પોલીસ દ્વારા નાઇટ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માગણી કરાઇ છે. તસ્કરોને હવે ભગવાન અને માતાજીના પણ કોઇ પ્રકારનો ડર રહ્યો ન હોય તેમ તેમના મંદિરોને નિશાન બનાવી રહ્યા છે.

Most Popular

To Top