વડોદરા બાયપાસ પર આવેલી પુસ્પમ હાઇટ2 ના રહીશો પ્રાથમિક સુવિધા ના હોવાના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે . સ્થાનિકોનું કેહવુ છે કે બિલ્ડર વિનય અગ્રવાલને વારંવાર સમસ્યાઓની રજૂઆત કરિ હોવા છતાં બિલ્ડરો કાઈ સાંભળતા નથી. સ્થાનિકોનું કેહવુ છે મોંઘા ઘર અને મેન્ટેનન્સના રૂપિયા લીધા છતાં સુવિધાનો અભાવ છે. કોમ્પલેક્ષમાં છેલ્લા ધણા સમય થી લિફ્ટ ચાલુ નથી નાના બાળકો અને વૃદ્ધ લોકોને દાદર ઉતર ચડ કરવામાં શ્વાસ ચડી જાય છે અને થાકી જાય છે સાથે સાથે કોમ્પલેક્ષની બહાર મુખ્ય માર્ગ પણ બનાવવામાં આવ્યો નથી કોઈ વ્યક્તિ વાહન લઈને તો ઠીક ચાલતા પણના આવી શકે એ પરિસ્થિતિ છે.
તરસાલી બાયપાસ રોડ પર આવેલ પૂસ્પમ હાઇટ 2 ના સ્થાનિકો નાગરિકો નું કેહવુ છે છેલ્લા છ મહિનાથી અમને અનેક સમસ્યા સર્જાઈ છે. અમે બિલ્ડર વિનીય અગ્રવાલને જાણ કરી કે બાંધકામ પણ ખરાબ હોવાનું જણાવાયું છે દીવાલોમાં તિરાડો પડી છે લિફ્ટ બંધ છે પાણી ની સમસ્યા છે અને બિલ્ડિંગના મુખ્ય માર્ગ ની સમસ્યા છે ત્યારે બિલ્ડર વિનય અગ્રવાલ તરફ થી અમને એવો જવાબ મળ્યો કે હું તમને પકડીને લયો કે તમે અહી ઘર લો. આ સાંભળી સ્થાનિક નાગરિકોમાં રોષ.વધુ માં જાણ્યું હતું કે ફ્લેટ લેતી વખતે જે અમને કહેવમા આવ્યું હતું એમાં ની એકપણ વ્યવસ્થા એમને મળી નથી જેમકે સીસીટીવી કેમેરા, સિક્યોરિટી ગાર્ડ જેવી કોઈ પણ જાતની વ્યવસ્થા બિલ્ડર દ્વારા મળેલ નથી . સ્થાનિક નાગરિકો નું કેહવુ છે એમને લોભામણી લાલચ આપી છેતરવામાં આવ્યા હોય એમ લાગે છે. બિલ્ડરે ખોટા કમિટમેન્ટ આપ્યા છે જો બિલ્ડર દ્વારા મકાન લેતી વખતે કેવામાં આવેલ તમામ સુવિધા ઉપલબ્ધ જલ્દીથી આપવામાં નહિ આવે તો ઉચ્ચકક્ષા એ રજૂઆત કરીશું. બિલ્ડર વિનય અગ્રવાલ સાથે પુષ્પમ હાઈટના સ્થાનિક નાગરિકો સાથે શાબ્દિક બોલા ચાલી પણ સર્જાઈ હતી .