Vadodara

વડોદરા : તરસાલીમાં વાહન ચાલકે અડફેટે લેતા વધુ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત

વડોદરા તારીખ 13
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નિર્મલ હોટલ પાસે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફટે લીધા હતા. ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને બેફામ રીતે વહન હંકારતા ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સતત બે દિવસથી પોલીસ દ્વારા જોખમી અને ભયજનક રીતે વાહન દોડાવતા ચાલકો વિરુદ્ધ ડ્રાઇવ કરીને તેમની સામે એફઆઇઆર નોંધવામાં આવી રહી છે. ઉપરાંત વાહનો ડિટેન કરવા સાથે દંડ પણ વસૂલ કરાય છે. તેમ છતાં વાહનોને હવાઈ જહાજની જેમ ઉડાવતા ચાલકો ઉપર કોઈ પ્રકારનો અંકુશ પોલીસ દ્વારા મેળવવામાં આવ્યો નથી. કારણકે તરસાલી વિસ્તારમાં આવેલી નિર્મલ હોટલ પાસે 12 એપ્રિલના રોજ રાત્રિના સમયે વધુ અજાણ્યા વાહન ચાલકે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. ત્યારેકગંભીર રીતે ઘવાઈ ગયેલા આ વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને લાશને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડી તેની ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે અકસ્માત કર્યા બાદ વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસે વાહન ચાલક વિરુદ્ધ હીટ એન્ડ રનનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top