Vadodara

વડોદરા: તરસાલીમાં વહેલી સવારે ચાલવા નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન તોડી બાઈક સવાર ગઠીયા ફરાર

પ્રતિનિધિ વડોદરા તા.16
તરસાલી મુખ્ય માર્ગ પર વહેલી સવારે ચાલવા માટે નીકળેલા વૃદ્ધાના ગળામાંથી સોનાની એક તોલાની ચેન તોડીને બાઈક પર આવેલા બે ગઠીયા ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વૃદ્ધાએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બે ગઢીયા વિરોધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરમાં આભાર નવા બાઇક સવાર ગઠિયાઓ વૃદ્ધ મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર ની ચીલ ઝડપ કરીને બાઈક પર બેસી ફરાર થઈ જતા હોય છે. ત્યારે વધુ એક વૃદ્ધ મહિલાની સોનાની તૂટી હોવાની ઘટના સામે આવી છે. તરસાલી વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાને પગમાં તકલીફ હોય વહેલી સવારે ચાલવા માટે નીકળતા હતા. દરમિયાન આજે 16 જૂન ના રોજ પણ તેઓ રાબેતા મુજબ ચાલવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન બાઈક પર પાછળથી બે ગઠીયા આવ્યા હતા અને આગળ બાઈક ઉભી રાખી તેના પરથી એક શખ્સ તેમની પાસે આવ્યો હતો અને તેમનું ગળું દબાવી સોનાની એક તોલાની ચેન તોડીને બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. જોકે આ સમગ્ર ઘટના ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કંડારાઈ ગઈ છે. વૃદ્ધાએ મકરપુરા પોલીસ સ્ટેશનમા સોનાની ચેન તોડી ભાગનાર બે ગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે સીસીટી ફૂટેજ ના આધારે બંને ગઠીયાઓની શોધખોળ હાથ ધરી છે.

Most Popular

To Top