Vadodara

વડોદરા : તરસાલીમાં રહેતા યુવકનો જન્મદિવસ મરણ દિવસ બની ગયો

માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પર ચાલકે અડફેટે લેતા 18 વર્ષીય યુવકનું મોત અન્ય ઘાયલ

દિવાળીના તહેવારને લઈ શહેરમાં કરાયેલી લાઇટિંગનો શો જોવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત થયો

વડોદરા: તરસાલી વિસ્તારમાં રહેતા યુવકના જન્મદિવસ હોય મિત્રો સાથે હોટલમાં જમવા માટે ગયો હતો. ત્યાંથી વડોદરા શહેરમાં દિવાળીના તહેવારને લઈ કરાયેલા લાઇટિંગ શો જોવા માટે મિત્રો નીકળ્યા હતા. અકોટા બ્રિજ ઉતરતા માતેલા સાંઢની જેમ આવેલા ડમ્પર ચાલકે મોપેડ અડફેટે લીધું હતું. જેમાં મોપેડ સવાર મિત્રો રોડ ઉપર પટકાતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં જેનો જન્મદિવસ હતો તે જ યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે 18 વર્ષના યુવકનો જન્મદિવસ જ મરણ દિવસ બની ગયો હતો.

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી ઓમ હાર્મની વન માં રહેતો દિનેશભાઈ પટેલનો જન્મ જન્મદીવસ હોય મિત્રો સાથે મોપેડન પર બેસી સુશેન ચાર રસ્તા ખાતે હોટલમાં જમવા માટે ગયા હતા. હોટલમાં જમી લીધા બાદ બે અલગ અલગ મોપેડ પર ધીર અને તેના મિત્રો દિવાળીના તહેવારને લઈને વડોદરા શહેરમાં લગાડેલો લાઈટીંગ શો જોવા માટે નીકળ્યા હતા અને અકોટા સોલર પેનલથી આગળ અકોટા તરફ બ્રીજ ચડી જતા હતા.

દરમીયાન બ્રિજ પરથી ઉતરતી વખતે છેડા પાસે વીજ પોલ નં-1 પાસે આગળ બે ટ્રક તથા અન્ય એક ટ્રક પાછળથી જતા હતા ત્યારે પાછળથી માથેલા સાંઢ ની જેમ ઓવર સ્પીડ માં આવતા ડમ્પરના ચાલકે ધીરની મોપેડ સાથે શનિવારે રાત્રિના સાડા દસેક વાગે અડફેટે લીધી હતી. જેમાં ધીર તથા ગૌતમ બારીયા નીચે પડી દેતા ધિરને માંથાના ભાગે ગંભીર ઇજા ના પગલે 108 એમ્બ્યુલંસમાં એસ.એસ.જી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સનસાઇન ગ્લોબલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.

ત્યારે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે ધીર ને મૃત જાહેર કર્યો હતો. જેથી મૃતક યુવકના પિતાએ અકસ્માત કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે અકસ્માતના પગલે યુવકની માતા સહિતના પરિવારના સભ્યોએ રોકકળ મચાવી મૂકી હતી.

Most Popular

To Top