ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો, પંડાલ ખાતે ફરજ બજાવતા કર્મચારીને એલર્ટ રહેવા જણાવાયું
વડોદરા તારીખ 31
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં
ગણપતિના પંડાલ પર પથ્થરો પડ્યા હોવાનો મેસેજ મળતા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થાનિકોની પૂછપરછ કરતા તેઓએ બે ચાર પથ્થર પડ્યા હતા બીજું કાંઈ થયું નથી તેમ જણાવ્યું હતું. જેથી પોલીસ અધિકારીએ ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓને એલર્ટ કરી દીધા હતા.
તાજેતરમા માંજલપુર વિસ્તારના નિર્મલ યુવક મંડળ દ્વારા કિશનવાડી માંથી શ્રીજીની પ્રતિમાની આગમન યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે સીટી પોલીસ સ્ટેશન પાસે આવેલી મદાર માર્કેટના છત પરથી ઈંડા ફેકવામાં આવ્યા હતા. શહેરનું વાતાવરણ વધુ હોય તે પહેલા પોલીસે તુરંત એક્શનમાં આવીને ઈંડા ફેકવાનું કૃત્ય આચારનાર માફિયા ગેંગના ગ્રુપના એડમીન સહિત નવ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી. હજુ આ ગુનાની તપાસ ચાલી રહી છે. ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરા નગરમાં ગણપતિના પંડાલ પર કાંકરી ચાળો થયો હોવાનો કોલ પોલીસને મળ્યો હતો. જેના પગલે ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તા અને તેમની ટીમ, એસીપી પ્રણવ કટારીયા ઉપરાંત મકરપુરા પોલીસ સ્ટેશનના પી આઈ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને તપાસ શરૂ કરી હતી. સ્થાનિકે જણાવ્યું હતું કે બે ચાર પથ્થર પડ્યા બાદ વધુ પથ્થર પણ પડ્યા ન હતા અને બીજું કાંઈ પણ થયું નથી. જોકે પોલીસ અધિકારી દ્વારા પણ તરસાલી વિસ્તારમાં પંડાલ પાસે ફરજ બજાવતા કર્મચારીઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા.