વડોદરા તારીખ 1
ભાઈલી વિસ્તારમાં જૈન મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં બે ચોરો કેમેરામાં કંડારયા હતા. હવે તરસાલી સુસેન રોડ ઉપર આવેલા સાંઇ બાબાના મંદિરના દરવાજાને મારેલું તાળું તોડી ચોર અંદર ગયા હતા પરંતુ દાન પેટીનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તૂટ્યું ન હતું. જેના કારણે ચોરી કર્યા વિના જ ચોરોએ પરત ફરવું પડ્યું હતું. મંદિરમાં થયેલા ચોરીના પ્રયાસની સોસાયટીના રહીશોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેરમાં તસ્કરો વડોદરા શહેરમાં દિવસ ને દિવસે બે ફોર્મ બની રહ્યા છે. ચોરોને જાણે પોલીસનો કોઈ પ્રકારનો ડર જ ન હોય તેમ બિન્દાસ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે. તાજેતરમાં જ ભાયલી સ્થિત જૈન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં બે તસ્કર સીસીટીવી કેમેરામાં કંડારાયા હતા. ત્યારે હવે તસ્કરોએ તરસાલી વિસ્તારમાં આવેલા સાંઇબાબાના મંદિરને નિશાન બનાવ્યું હતું. દરવાજા અને તાળું તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા ત્યારબાદ દાન પેટીને મારેલું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તાળું જ તસ્કરોથી તૂટ્યું ન હતું તેના કારણે ચોરી થતા અટકી હતી. બીજા દિવસે પૂજારી મંદિરે પૂજા કરવા માટે આવ્યા હતા તે દરમિયાન મંદિરનો દરવાજાનું લોક તૂટેલું તથા દરવાજો પણ ખુલ્લો હોય સોસાયટીના રહીશોને જાણ કરી હતી. જેથી તેઓએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં મંદિરમાં ચોરીનો પ્રયાસ થયો હોય તેવી ફરિયાદ નોંધા હતી.
