વડોદરા તારીખ 28
વડોદરાના તરસાલી વિસ્તારમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂ.10 લાખ ઉપરાંતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેથી મકાન માલિકે ચોરીની ફરિયાદ નોધાવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે વધુ એકવાર પોલીસના નાઈટ પેટ્રોલીંગ ના લીરેલીરા ઉડતા જોવા મળ્યા છે.
વડોદરા શહેરમાં તસ્કરો પર લગામ લગાવવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીકળી રહ્યું છે. રોજ વિવિધ વિસ્તારોના મકાનોમાં ચોરી થતી હોવાની ઘટનાઓ બની રહી હોવા છતાં પોલીસ તસ્કરોને પકડી શકતી નથી. ત્યારે તરસાલી વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. જેમાં એવી વિગત છે કે મકાનના દરવાજાને તાળું મારીને માતા દીકરીને શાળાએ મૂકવા માટે ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ સવારે તેમના મકાને નિશાન બનાવ્યું હતું. નકુચો તાળા સાથે કાપી નાખ્યા બાદ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતા અને તિજોરીમાં મુકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂપિયા 10 લાખ ઉપરાંતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.
વડોદરા : તરસાલીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ.10 લાખની મતાની ચોરી
By
Posted on