Vadodara

વડોદરા : તમે મને કેમ ગાળો આપો છો તેવું કહેતા ત્રણ મિત્રો પર તલવાર, ધારિયું અને ચાકુથી હુમલો કરી હત્યાનો પ્રયાસ

ખૂનની કોશિશ કરનાર ત્રણ આરોપીને ગણતરીના કલાકોમાં નાંદોદ તાલુકામાંથી ઝડપી પાડ્યા

શહેરના નવાયાર્ડ વિસ્તારમાં તમે મને કેમ ગાળો બોલો છો તેમ કહેતા યુવક સહિત તેના બે મિત્રો પર તલવાર ધાર્યું ચાકુ અને હથોડીથી હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. યુવકે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પીસીબીની ટીમે નાંદોદ તાલુકાના રાયપુર ગામેથી ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી શ્રીજી સોસાયટીમાં રહેતા તન્મય રવિકાંત જાદવ 8 જૂન ના બપોરના એક વાગ્યાના સુમારે સમા કેનાલ પાસે મિત્ર રાહુલ ભરવાડને મળવા માટે ઉભો હતો. તે દરમિયાન સચિન શ્રીમાળીએ તન્મય ને ફોન કરી જણાવ્યું હતું કે ગણેશ વસાવા સાથે તમારે જે અસમજણ હોય તેનું સમાધાન કરી લો. અગાઉ પણ તેના મિત્ર રાજ રોય દ્વારા જાણવા મળ્યું હતું કે, ગણેશ વસાવા તેને ગાળો બોલતો હતો. જેથી વાતચીત કરવા માટે તન્મય જાદવ તેના મિત્ર સન્નીસિંગ તથા જીગર રાજપુત બાઈક તથા મોપેડ લઇને ગણેશ વસાવાને નવાયાર્ડ ખાતે મળવા માટે ગયા હતા અને તન્મયે ગણેશ વસાવાને તને મને શું કામ ગાળો આપો છો તેમ કહેતા ગણેશ વસાયા,રાહુલ પાટીલ, અશોક મણીલાલ માયાવંશી તથા હીરેન ઉર્ફે મુંડી રજનીકાંત સોલંકી (રહે, અમરનગર નવાયાર્ડ) ભેગા મળી તન્મય, સન્નીસિંગ તથા જીગર રાજપુત સાથે ઝઘડો કર્યા બાદ માર માર્યો હતો. તેઓ અગાઉથી જ હથીયારો સાથે હથિયારો લઈને ઊભા હતા. જેથી જેમાં ગણેશ વસાવા સહિતના ચાર જણાએ તલવાર, ધારિયું અને હથોડી અને ચાકુ વડે ત્રણ મિત્રો હિંસક હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત થયેલા મિત્રોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા. તન્મય જાદવે પતિકાની પોલીસ સ્ટેશનમાં જ્યારે હુમલાખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ ને બાતમી મળી હતી કે આરોપીઓ નાંદોદ તાલુકાના રાયપુરા ગામે છુપાયેલા છે. જેથી પીસીબીની ટીમે રાયપુરા પહોંચી ચાર પૈકી ત્રણ જણા ધર્મેશ ઉર્ફે રાહુલ નિરંજન પાટીલ, અશોક મણીલાલ માયાવંશી અને હિરેન ઉર્ફે અન્ડી રજનીકાંત સોલંકી ઝડપી પાડી આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસને સુપ્રત કર્યા છે.

Most Popular

To Top