વડોદરા તારીખ 19
માથાભારે બાબર ખાન પઠાણ દ્વારા એસએસજી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્રને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારે પોલીસની હાજરીમાં આ ઘટના બની હોય સ્થાનિક લોકોએ તથા પરિવારજનો અને રાજકીય નેતાઓએ પોલીસ સામે ભારે આક્ષેપ સાથે નારાજગી દર્શાવવી હતી. આખરે સમજાવટ બાદ પરિવારે તપન પરમાર ના મૃતદેહનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. એસએસજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા બાદ આજે 19 નવેમ્બરના રોજ મૃતદેહ પરિવારજનોને સોપાયો હતો. આજે સવારે મૃતદેહને સફેદ કપડામાં લપેટીને નાગરવાડા પૂર્વ કોર્પોરેટરના ઘરે લાવવામાં આવ્યો હતો ત્યારે માતા પિતા સહિતના પરિવારજનોએ હૈયાફાટ રુદન કરતા સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી. બીજી તરફ અંતિમ યાત્રામાં કાઢી આપવા માટે સગા સંબંધીઓ સહિત રાજકીય નેતાઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ગઈકાલે રાત્રિના સમયે આ ઘટનાને લઈને રાવપુરા વિસ્તારમાં બોટલો ફેંકી તથા કાકળીચારો કરાયો જેને લઈને તપન પરમારની અંતિમયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.