Vadodara

વડોદરા : તત્કાલિન ટીપીઓ કૈલાશ ભોયાના રિમાન્ડ પુરા થતા જેલમાં ધકેલાયો

પ્રતિનિધિ વડોદરા તા.16

વડોદરા શહેરના જેતલપુર વિસ્તારમાં કરોડોનો બંગ્લો ધરાવનાર તત્કાલિન ટીપીઓ કૈલાશ ભોયાના ત્રણ દિવસના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. ત્યારે આગામી દિવસોમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવા સાથે ધરમપુરનું લોકર પણ ખોલવાની તજવીજ કરાશે તેવુ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.  

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનિંગ ઓફિસર કૈલાશ ભોયા વિરુદ્ધ 1.57 કરોડની અપ્રમાણસર મિલકત ભેગી કરી હોવાનો વડોદરા એન્ટી કરપ્શન બ્યુરોમાં ગુનો નોંધાવામાં આવ્યો હતો. જેથી એસીબી દ્વારા લાંચિયા અધિકારીની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા ભોયાના એકાઉન્ટ ચેક કરાયા હતા. જેમાં સાતમાંથી પાંચ એકાઉન્ટ તો ભોયાના જ્યારે એક તેની પત્ની તથા અન્ય પુત્રનું એકાઉન્ટ નીકળ્યું હતું. આ સાત બેન્કમાંથી કુલ 26 લાખ ઉપરાતના રૂપિયા બતાવતા હતા. તેમાંથી પણ 1.57 કરોડની સંપતિ ભેગી કરનાર લાંચિયા અધિકારીના બેન્ક ખાતામાં માત્ર 12 લાખ રૂપિયા છે, તેવા સિવાય પોલીસને કાણ મળ્યુ નથી. આજે સોમવારના રોજ આરોપીને રિમાન્ડ પુરા થતા ફરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુક કરતા સેન્ટ્રલ જેલમાં મોકલી અપાયો હતો. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હજુ સુધી કૈલાશ ભોયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની હોય એસીબી દ્વારા આગામી દિવસોમાં ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ કરાશે. સોમવારના રોજ રજા હોવાથી ધરમપુરનું બેન્ક લોકર ખોલી શકાયુ ન હતુ. જેથી આગામી દિવસોમાં તેના પરિવારજનને સાથે રાખીને લોકર ખોલાવવાની કાર્યવાહી કરાશે.

Most Popular

To Top