શુક્રવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે :
બાળકોને પણ માનસિક અસર થતી હોય, જેથી કમસેકમ બાળકો શાળામાં જાય અને ફ્રેશ થાય : રાકેશ વ્યાસ
( પ્રતિનિધિ )વડોદરા,તા.29
વડોદરામાં છેલ્લા બે દિવસથી બંધ રહેલી સ્કૂલો અને કોલેજો શુક્રવારથી ધમધમતી થશે. પૂરના પ્રકોપને કારણે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળા કોલેજો બંધ રાખવા નિર્ણય લેવાયો હતો.
વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે શહેર જિલ્લાની શાળા કોલેજોને બંધ રાખવા આદેશ કરવામાં આવ્યા હતાં. વડોદરા શહેરમાં રવિવારે વરસેલા મુશળધાર વરસાદને કારણે શહેરમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી હતી ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી. હાલ વડોદરા શહેરમાં પુરનું સંકટ ટડ્યું છે, જોકે હજી પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલે થયો નથી. ત્યારે શુક્રવારથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થશે. આ અંગે માહિતી આપતા જિલ્લા શિક્ષણ અધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે રજા જાહેર નથી કરી મોટાભાગે ઘણા બધા વિસ્તારોમાંથી પાણી ઉતરી ગયા છે જે વિસ્તારોમાં પાણી હોય તે વિસ્તારની શાળાઓ દ્વારા અમને વ્યક્તિગત જાણ કરી અને પૂછી લે છે અને અમે પણ એમને માન્ય રાખીએ છીએ કે તમે ચાલુ ન કરશો બાળકો પણ ત્રણ દિવસથી ઘરે છે અને પાણી પણ ઓસરી ગયા છે. બાળકોને પણ માનસિક અસર થતી હોય, જેથી કમસેકમ બાળકો શાળામાં જાય અને ફ્રેશ થાય જે સ્કૂલોને આવશ્યકતા લાગે એ સ્કૂલો અને વાલીઓને પણ બાળકોને ન મોકલવું હોય જોખમી લાગે તો એ પોતાનો વ્યક્તિગત નિર્ણય લઈ શકે છે એક દિવસમાં શાળાકીય શિક્ષણમાં કોઈ એટલી બધી અસર ન થાય જેથી કરીને સર્વાંગી વિચાર કર્યો છે અગવડ છે એ રીતે વ્યક્તિગત વાલીઓ તો નિર્ણય લઈ જ લેવાના છે અને એ પણ શાળા લઈ શકે છે જ્યાં પાણી ઉતરી ગયા છે ત્યાં વિધિવત રીતે શિક્ષણ શરૂ થશે.