Vadodara

વડોદરા: ડ્રાય ફૂટ સહિતની દુકાનોમાં ખોરાક શાખાનું ચેકીંગ

રાજ્ય સરકારના આદેશ બાદ ખોરાક શાખા થઈ સક્રિય,

ડ્રાયફ્રુટ સહિત વિવિધ જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

દશેરા અને દિવાળીના તહેવારોને ધ્યાને રાખી વડોદરા જિલ્લામાં ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરાયું


ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, વડોદરાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા દશેરા અને દિવાળીના તહેવારોને અનુલક્ષીને ખાદ્ય-પદાર્થોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં હાથીખાનાની વિવિધ દુકાનોમાં ડ્રાયફૂટ વેચાણ કરતી પેઢીઓમાંથી નમૂના લઇ સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. નવરાત્રિ અને દશેરા નિમિત્તે ફુડ સેફટી વિભાગના ઓફિસર રૂબિના શેખ અને ટીમ દ્વારા શહેરના સૌથી જૂના અને મોટા બજાર એટલે કે શહેરનાં મધ્યમાં આવેલા હાથીખાનામાં ડ્રાય ફુટની હોલસેલર ની દુકાનોમાં ડ્રાયફ્રુટ નું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આગામી સમયમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ત્યારે ખાણીપીણીની ચીજવસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ અને ફાસ્ટફૂડની હાટડીઓના વેપારીઓ વધુ કમાણી કરી લેવાની લાલચે લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં હોય છે. તે અટકાવવા માટે વડોદરાના ‘ ફુડ એન્ડ ડ્રગ્સ ‘ વિભાગના ઓફિસર રૂબિના શેખ સૂચનાથી ‘ વડોદરામાં ભેળસેળ યુક્ત ખાદ્ય ચીજવસ્તુઓનું થતું વેચાણ અટકાવવા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ સઘન ચેકિંગ હાથ ધરાતાં કેટલાક લેભાગુ વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. નગરમાં ફરસાણ, સ્વીટ, દૂધ, ચાઈનીઝ, પાઉભાજી, પાણીપૂરી, ભજીયાં જેવી ખાદ્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરતા કેટલાક દુકાનદારો તો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં હાટડીઓ નોકરોને સોંપી સ્થળ ઉપરથી ફરાર થઇ ગયા હતા. વડોદરા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વાર દિવસ દરમિયાન શહેરની હાથી ખાનાની હોલસેલની દુકાનો ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. શંકાસ્પદ જણાતી ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને ત્યાંથી સેમ્પલ લઇને સેમ્પલોને લેબોરેટરીમાં ચેક કરવા માટે મોકલી આપવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી વડોદરામાં બીમારીઓ વધતી જાય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સઘન ચેકિંગની કામગીરી હાથ ધરાતાં જાગૃત નાગરિકોમાં હર્ષની લાગણી છવાઈ હતી. એટલું જ નહીં પરંતુ આ વિભાગના અધિકારીઓએ વડોદરાના લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેથી ગેરરીતિઓ આચરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. આજ રોજ વડોદરા હાથી ખાનામાં ડ્રાય ફુટ વિkreta ને ત્યાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફુડ સેફ્ટી ઓફિસર રૂબિના શેખ સહિત લેબોરેટરીના કેમિસ્ટ અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા હતાં. હવે જોવાનું એ રહ્યું કે, જે વેપારીઓના સેમ્પલ ફેઈલ જશે તે વેપારીઓ સામે કેવી કાર્યવાહી હાથ ધરાશે.

પૂરતા ફૂડ સેફ્ટી ઓફિસર નથી

સરકારની ગાઈડલાઈન મુજબ વડોદરા શહેરમાં એક લાખની વસ્તી સામે એક ફૂડ સેફ્ટી ઓફિસર હોવો જોઈએ, એટલે કે વડોદરાની 25 લાખની વસ્તી સામે 25 હોવા જોઈએ. પાલિકા પાસે પૂરતા ઓફિસરો ન હોવાના કારણે ફૂડના નમુના પૂરતી સંખ્યામાં લઈ શકાતા નથી.

Most Popular

To Top