મૂળ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આશ્વદ ગામમાં રહેતી અને વડોદરા ની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીનું અકસ્માતમાં મોત મૃત્યુ નીપજ્યું છે
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આશ્વદ ગામ રહેતી અસ્મા અબ્દુલ રહીમ વડોદરામાં વાઘોડિયા રોડ પર પરિવાર ચાર રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. થોડા દિવસ અગાઉ અસમા નામની યુવતી હોસ્પિટલ ફરજ બાદ સોમા તળાવ ચાર રસ્તા પાસે ગોકુળ નગર ખાતે પોતાના ઘરે જતી હતી ત્યારે સોમા તળાવ ચાર રસ્તા પાસે કોર્પોરેશન ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવર અસમાને અડફેટે લીધી હતી. જેથી તેને તાત્કાલિક તેની જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. થોડાક દિવસ સારવાર બાદ ગઈકાલે અસમાનું મૃત્યુ નિપજ્યું હતું. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે.
