વેચાણ દસ્તાવેજ તથા મૈયતની કાચીમાંથી પાકી નોંધ કરાવવા લાંચ માગી હતી
પ્રતિનિધિ વડોદરા તા.13
વેચાણ દસ્તાવેજ તથા મૈયતની કાંચીમાંથી પાકી નોંધ કરાવવા માટે ડેસર મામલતદાર કચેરીના કોમ્પ્યુટર ઓપરેટરને રૂ. 6 હજારના લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય ગ્રામ્ય એસીબીની સંપર્ક કર્યો હતો.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામે રહેતા રાજેન્દ્રસિંહ રામસિંહ પરમાર ડેસર મામલતદાર કચેરીમાં આવેલા ઇધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. દરમિયાન અરજદાર વેચાણ દસ્તાવેજની તેમજ મૈયતની કાચી નોંધની પાકી નોંધ કરાવવા માટે અરજી કરી હતી. પરંતુ આ ઇધરામાં કામ કરતા કોમ્પ્યુટર ઓપરેટર રાજેન્દ્રસિંહ પરમારે અરજદાર પાસે કાંચી નોંધને પાકી નોંધવામાં ફેરવવા માટે રૂ.6 હજારની લાંચની માગણી કરી હતી. પરતુ અરજદારે 13 જાન્યુઆરીના રોજ લાંચની રકમ આપવા માટેની વાત કરી હતી. પરંતુ અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોની ટીમનો સંપર્ક કર્ય હતો. જેથી ડેસર મામલતદાર કચેરીમાં 13 જાન્યુઆરીના રોજ રૂપિયા આપવા માટે અરજદારે વાયદો કર્યો હોય એસીબીએ પણ ત્યારેજ છટકુ ગોઠવ્યું હતું. દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટર પૂર નિયંત્રણની ઓફિસમાં બોલાવ્યા હતા અને અરજદાર પાસેથી લાંચના રૂપિયા 6 હજારની રકમ સ્વીકારતી વેળાં જ એસીબીની ટીમે કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીની દ્વારા આરોપી કોમ્પ્યુટરની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
