ઓનલાઇન સંપર્ક થયા બાદ યુવકને અકાંત જગ્યા પર લઇ જવામાં આવે છે, બાદમાં અન્ય સાગરીતો ત્યા ધસી આવીને બ્લેક મેલ તથા માર મારીને રૂપિયા પડાવતા હોય છે
ગોરવા વિસ્તારમાં અત્યાર સુધીમાં આજ મોડસ ઓપરેન્ડીથી બે યુવકોને લૂંટી લેવાયાં, મુખ્ય સુત્રધારની ધરપકડ ; અન્યોની શોધખોળ
પ્રતિનિધિ વડોદરા તા.30
કેટલાક ભેજાબાજો દ્વારા ગ્રાઇન્ડરે ડેટિંગ એપ દ્વારા યુવકોને જાળમાં ફસાવીને રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. ગોરવા વિસ્તારમાં મધુનગર બ્રિજ પાસે યુવકને બોલાવ્યાં બાદ એક મકાનના ધાબા પર લઇ જવાયો હતો. ત્યાં અન્ય લોકોએ ધસી આવીને અહિયા તમે શુ કરો છે તેમ કહી ડરાવીની રૂપિયાની માગણી કરી હતી પરંતુ યુવકે રૂપિયા આપવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.40 હજાર તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાંથી હજુ 5 હજાર પરત નહી આપતા યુવકે ફરિયાદ નોધાવી હતી.
ગ્રાઇન્ડર ડેટિંગ એપ્લિકેશન દ્વારા ભેજાબાજોની ગેંગ સક્રિય થઇ છે અને આ ગેંગ દ્વારા ચેટિંગ કરીને યુવકો સાથે મિત્રતા કેળવીને તેમને જાળમાં ફસાવી મળવા માટે બોલાવવામાં આવે છે. ત્યારબાદ એકાંત જગ્યા હોય ત્યાં તેમને લઇ જઇને કપડા ઉતરાવવામાં આવે છે અને બાદમાં તેમને બ્લેક મેલ કરીને તેમની પાસે રૂપિયાની માગણી કરવામાં આવતી હોય છે. જો રોકડા રૂપિયા ના હોય તો ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે પણ રૂપિયા ભેજાબાજો પડાવી લેતા હોય છે અને ભોગ બનનાર બદનામીના ડરથી રૂપિયા પણ આપી દે છે. ત્યારે વડોદરામાં ગ્રાઇન્ડર ડેટિંગ એપથી યુવક જુબેર પઠાણ નામના યુવકના સંપર્કમાં આવ્યો હતો ત્યારે જુબેર પઠાણે યુવકને ગત 12 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે મધુનગર બ્રિજ મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ જુબેર પઠાણ આ યુવકને ત્યા નજીક આવેલા અલમરહબા પાર્કના મકાનના ધાબા પર લઇ ગયો હતો. બંને યુવકો ધાબા પર હાજર હતા ત્યારે ઉબેદુલ્લા ખાન તથા અન્ય બે શખ્સો ત્યાં ધસી આવ્યાં હતા. ત્યારબાદ તમે બંને અહિયા શુ કરો છો તેમ કહીને યુવકને તેની પાસે જેટલા રૂપિયા હોય તેટલા આપી દેવા માટે માગણી કરી હતી. પરંતુ યુવકે રૂપિયા આપવાની ના પડતા આ શખ્સોએ ભેગા મળીને તેને માર માર્યો હતો. જેથી ડરી ગયેલા યુવકે તેના બેન્ક ખાતામાંથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન મારફતે રૂ. 40 હજાર તેમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. જેમાંથી રૂપિયા 35 હજાર પરત આપ્યાં હતા. જ્યારે બાકીના પાંચ હજારની માગણી કરતા તેઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવકે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આ ગેંગના મુખ્ય આરોપી જુબેર પઠાણને ધરપકડ કરી અન્યોની શોધખોળ શરૂ કરાઇ છે.
- જુબેર પઠાણ સહિતની ગેંગ 27 વર્ષીય યુવક પાસેથી રૂ.40 હજાર પડાવ્યા હતા
ગોરવા પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં પણ આવી જ ફરિયાદ નોંધાઇ હતી કે ડેટિંગ એપ દ્વારા જુબેર પઠાણે 27 વર્ષીય યુવકને મધુનગર બ્રિજ પાસે મળવા માટે બોલાવ્યો હતો અને તેને અને મકાનની છત પર લઇ ગયો હતો. બંને ત્યાં હાજર હતા ત્યારે અન્ય શખ્સો આવી ગયા અને અહિયા શુ કરો છો તેમ કહી બ્લેકમેલ કરવા લાગ્યા હતા. જેથી બદનામી ના થાય માટે યુવકે રૂ. 40 હજાર ઓનલાઇન તેમના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા.