પ્રતિનિધિ વડોદરા તા.6
કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને બેન્કમાં નિવૃત જીવન ગુજારતા વૃદ્ધને તમારા પાર્સલમાંથી ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહી મુંબઇ પોલીસ તથા સીબીઆઇમાંથી વાત કરી હતી ત્યારબાદ ઠગોએ તમે નિર્દોષ છો તેવું સાબિત કરવુ પડશે અને નહી કરી શકો તો તમારે ડિજિટલ એરેસ્ટ થવુ પડશે. જેથી વૃદ્ધ ડરી ગયા હતા. વૃદ્ધને તપાસ ચાલે ત્યાં સુધી તમારા રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે. જેથી ડરી ગયેલા વૃદ્ધે રૂપિયા 90.90 લાખ ઠગોના ખાતામાં ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં હવે બધુ ક્લીયર થઇ ગયું છે તમને વડોદરા આવી રૂપિયા પરત આપી દેવામાં આવશે. પરંતુ કોઇએ રૂપિયા પરત આપ્યા ન હતા. જેથી વૃદ્ધે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી છે.
વડદોરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી આદીનાથ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઇ અંબાલાલ શાહ (ઉંવ. 62) બેન્કમાંથી નિવૃત જીવન ગુજારે છે. વર્ષ 8 ઓક્ટોબરના રોજ તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઇલ પર ફોન આવ્યો હતો જેમાં તેમણે ડીએચએલ કુરીયરમાંથી બોલતા હોવાનું કહીને જણાવ્યું હતું કે તમારા નામે એક પાર્સલ ચાઇના જાય છે તે જે પાર્સલમાં રૂમાલ, લેપટોપ, પાસપોર્ટ તથા ડ્રગ્સ મળી આવ્યું છે. જેથી વૃદ્ધે પાર્સલ તેમનું નથી તેમ કહ્યું હતું. ત્યારે તેઓને પાર્સલ બાબતે મહારાષ્ટ્ર પોલીસનો ફોન આવ્યો હતો જેમાં સામાવાળાએ રાજેન્દ્ર પ્રધાન મુંબઇ પોલીસથી બોલે છે. ત્યારબાદ સીબીઆઇમાંથી અભિષેક પ્રધાને વીડિયો કોલ કર્યો હતો અને પોતાનો કેમેરો બંધ રાખ્યો હતો અને વૃદ્ધને કહ્યું હતું કે નરેશ ગોયલના કેસમાં તેમના ઘરે રેડ કરી હતી ત્યારે તેઓને તેમના ડોક્યુમેન્ટસ મળ્યા હતા. જેમાં એક એફિડેવિટ મળ્યું હતું અને તેમાં લખ્યું હતું કે તમે 20 લાખ રૂપિયા લઇને બેન્કમાં ખાતુ ખોલી તેઓને ઉપયોગ કરવાની છુટ આપી છે. જેથી બેન્ક ખાતામાં બે કરોડના ટ્રાન્જેક્શન થયા છે. જેસામે તમે 10 ટકા કમિશન લેખે 20 લાખ આ નરેશ ગોયલ પાસેથી મેળવ્યા છે. જેથી વૃદ્ધે કેનેરા બેન્કમાં તેમનું ખાતુ નથી અને મુંબઇ ક્યારે ગયો નથી. જેથી તેઓએ વૃદ્ધને તમારે તમામ બાબતે સાબિત કરવી પડશે. જેમાં તમારા બેન્ક, એફડી શેર્સ તમામ ફાઇનાન્સિયલ માહિતી આપવાની રહેશે. ઉપરાંત તપાસ ચાલે ત્યાં સુધી તમારા ખાતામા પડેલા રૂપિયા, શેર્સ સહિતના તમામ ફાઇનાન્સિયલ રકમ અમને આપવી પડશે. જો આ રકમ નહી આપતો તમારે ડિજિટલ એરેસ્ટ થવુ પડશે.જેથી તેઓ ડરી ગયા હતા અને ધરપકડથી બચવા રૂ.90.90 કરોડ ઠગોના ખાતામાં ટ્રાન્સફરી આપ્યા હતા.ત્યારબાદ અંકિતાનામની યુવતીએ બધુ ક્લીયર થઇ ગયું છે જેથી બે દિવસમાં રૂપિયા પરત કરવામાં આવશે. પરંતુ કોઇ રૂપિયા પરત નહી કરતા વૃદ્ધને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનો અહેસાસ થતા તેઓએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
– અંકિતા અને અભિષેકનો અકસ્માત તમે કરાવ્યો છે તેમ કહી વૃદ્ધ સાથે રૂ. 20 લાખ માગ્યાં
17 નવેમ્બરના રોજ વૃદ્ધ પર ફોન આવ્યો હતો જેમાં તેમને જણાવ્યું હતું કે અંકિતા અને અભિષેકનું ઘરે આવતી વેળા એક્સિડન્ટ થયું છે. તેઓ વડોદરા આવવાના હતા તે બાબતના જાણ ફક્ત તેમને જ હતી. જેથી તમે અકસ્માત કરાવ્યો છે તેમ કહીને વૃદ્ધ પર ગુનો દાખલ કરવાની ધમકી આપી તેમની પાસેથી બીજા 20 લાખ માગ્યા હતા. ત્યારે વૃદ્ધે કહ્યું હતું કે તેમની પાસે હવે રૂપિયા નથી.