વડોદરા તા.26
ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામમાં ડિજિટલ એરેસ્ટ કરીને ધમકી આપતા ગભરાઈ ગયેલા ખેડૂતે આપઘાત કરી લીધો હતો. આત્મ હત્યા કરવા મજબૂર બનેલા ખેડૂતના બનાવમાં આરોપીઓની પકડવા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન પોલીસે આ ડિજિટલ એરેસ્ટ કરનાર આરોપી પૈકીના બે આરોપીને સુરતમાંથી પ ઝડપી પાડયા છે.
ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે રહેતા ખેડૂત અતુલભાઈને ભેજાબાજોએ ડિજિટલ એરેસ્ટ કરી 40 કરોડના ફ્રોડ મામલામાં ફસાવી દેવાની અને તેમના નામે ડિજિટલ વોરંટ ઇશ્યુ કરી ધરપકડ થશે તેવી ધમકી આપી હતી. જેના કારણે ખેડૂત ગભરાઈ ગયા હતા અને ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. જેથી ડભોઇ સહિત જિલ્લા પોલીસ સહિતની અલગ અલગ ટીમો આરોપીઓને ઝડપી પાડવા માટે કામે લાગી હતી. દરમિયાન પોલીસને માહિતી આ ડિજિટલ એરેસ્ટ કરનાર આરોપીઓ પૈકીના બે
આરોપી સુરત ખાતે હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે સુરત પહોંચીને પોલીસે સુરતના વરાછા વિસ્તારથી નિકુંજ નરેશભાઈ પાનેસરીયા અને હેનિલ ભાવેશ પાનેસરીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.