પ્રતિનિધિ વડોદરા તારl. 29
ડભોઇ રોડ પર પરિવાર ચાર રસ્તા પાસેની સોસાયટીમાં પાર્ક કરેલી બે કારમાંથી 48 હજારનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે બંને કારના ચાલકને વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબીએ વિદેશી દારૂનો જથ્થો અને બે કાર મળી 3.48 લાખનો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશન સુપ્રત કર્યો છે.
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા બુટલેગરોની ગતિવિધિઓ પર નજર રાખવા માટે પ્રોહીબિશનની ડ્રાઇવ શરૂ કરાઇ છે. જેના અંતર્ગત પોલીસ દ્વારા વિવિધ વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવી રહ્યો છે. દરમિયાન શુક્રવારે પીસીબીની ટીમને બાતમી મળી હતી કે ડભોઇ રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે રણછોડ પાર્ક સોસાયટીની બહાર બે કારમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને મૂકવામાં આવ્યો છે. જેના આધારે પીસીબી ની ટીમે બાતમી મુજબના સ્થળ પર જઈને પાર્ક કરેલી બંને કારમાં તપાસ કરતા 48 હજાર હજારનો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે બંને કારના ચાલકો સ્થળ પરથી નહીં મળી આવ્યા હોય વોન્ટેડ જાહેર કર્યા છે. પીસીબીએ વિદેશી દારૂ અને બંને કાર મળી 3.48 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે.