( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરના ઠેકરનાથ વિસ્તારમાં અગમ્ય કારણોસર ઈકો કારમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને ડોલ વડે પાણીનો મારો ચલાવ્યો હતો બનાવની જાણ થતા જવાનો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વડોદરા ઉનાળાની શરૂઆતે ઠેર ઠેર આગ લાગવાના બનાવવામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હાલ આ સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એક ગાડીમાં આગ લાગવાની ઘટના રવિવારે બપોરે બની હતી. શહેરના ઠેકરનાથ વિસ્તારમાં સ્મશાન પાસે અગમ્ય કારણોસર એક ઇકો કારમાં આગ લાગી હતી. ઈકો ગાડીમાં આગ લાગતા પ્રથમ સ્થાનિક લોકોએ ડોલ વડે પાણી અને ફાયર એક્ટિંગયુશર વડે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે બીજી તરફ બનાવની જાણ ફાયર બ્રિગેડ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નહોતી.