Vadodara

વડોદરા: ટ્રેનોમાં મુસાફરોની ઊંઘનો લાભ લઈ બેગની ચોરી કરનાર રીઢો ચોર ઝડપાયો, રૂ.34.05 લાખની મતા રિકવર



પ્રતિનિધિ વડોદરા તા 27
પશ્ચિમ રેલવેમાં દોડતી વિવિધ રેલ્વે ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઉંઘની તકનો લાભ લઈ લેડીઝ પર્સમાંથી ચોરી કરતા રીઢા ચોરને રેલ્વે એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સોના ચાંદીના દાગીના અને મોબાઈલ તેમજ રોકડ રકમ મળી રૂપિયા 34.05 લાખની માલમતા રિકવર કરી હતી. વડોદરા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પાછળથી શંકાસ્પદ હાલતમાં આ ચોરને પકડતા ચોરીના ચાર અનડીટેક્ટ ગુના ડીટેકટ થયા છે.



પશ્ચિમ રેલવેમાં અલગ અલગ ટ્રેનો દોડતી હોય છે જેમાં મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરતા હોય છે. દરમિયાન મહિલા સહિતના લોકો ટ્રેનમાં ઊંઘી જતા હોય છે ત્યારે તેમની ઊંઘનો લાભ લઈને ગઠિયાઓ તેમના સામાન ભરેલા વર્ષ તથા મોબાઇલની ચોરી કરીને ફરાર થઈ જાય છે. જેથી નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારી દ્વારા રેલ્વે ટ્રેનોમાં બનવા બનેલા ચોરીઓના ગુનાઓ શોધી કાઢવા સાથે આરોપીઓને ઝડપી પાડવા માટેની ખાસ સુચનાઓ આપવામાં આવી હતી.

જેથી રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હાજર હતી. તે દરમ્યાન સ્ટાફને મળેલી બાતમીના આધારે વડોદરા રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં 06 રીઝર્વેશન ઓફીસની પાછળથી શકમંદ હાલતમાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિકાસ અરૂણ નામદેવ (રહે.ઈમલીયાગામ, માધવનગર કેમ્પ, માનસરોવર, તા.મુરવારા, જી.કટની (મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. એલસીબીએ તેની પાસેથી સોના ચાંદીના દાગીના, મોબાઇલ ફોન તથા રોકડ રૂપિયા તેમજ ઇમીટેશન જવેલરી સહિત રૂ.34.05 લાખની માલમત્તા જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top