એલસીબીની ટીમે આરોપીઓ પાસેથી રુ. 1.41 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો
પ્રતિનિધિ વડોદરા તા.29
આંતર રાજ્ય રેલવે સ્ટેશનો પર મહિલા પેસેન્જરોને ટાર્ગેટ કરીને લેડીઝ પર્સની ચોરી કરતા ગેંગના ત્રણ સાગરીતોને રૂ. 1.41 લાખના મુદ્દામાલ સાથે પશ્ચિમ રેલવે એલસીબીની ટીમે ઝડપી પાડ્યા હતા. આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે.
આંતરરાજ્ય રેલવે સ્ટેશનો પર મહિલાઓને ટાર્ગેટ કરીને તેમના લેડીઝ પર્સ ચોરી કરતી ટોળકી અવાર નવાર ચોરીને અંજામ આપતી હતી. જેની વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાઇ હતી. જેથી રેલવે એલસીબીની ટીમ આ ટોળકીની છેલ્લા ઘણા દિવસોથી શોધખોળ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી હતી કે ટ્રેનોમાં મહિલાઓના નિશાન બનાવતી ટોળકી નાસતી ફરતી હતી. દરમિયાન રેલવે એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે આ ટોળકીના સાગરીતો જેવા વિરન શ્યામનારાયણ યાદવ,દિપક દેવાનંદ પંચાલ અને રાજુ મંગલ પ્રસાદ મિશ્રાને વડોદરા તથા દિલ્હી ખાતેથી ઝડપી પાડવામાં આવી હતી. તેની પુછપરછ કરતા વડોદરા, નડિયાદ તથા અમદાવાદ સહિતના ગુનાની કબૂલાત કરી હતી. તમામ આરોપીઓની વધુ પુછપરછ કરવા માટે રેલ્વે એલસીબીએ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
- ઉત્તરપ્રદેશમાં આરોપી વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબ કાર્યવાહી કરાઇ છે
આરોપી ઘણા રીઢા અને ચાલક છે તેઓ એકબીજાના મદદથી અલગ અલગ રાજ્યોમાં જઇ રેલવે સ્ટેશન નજીકની હોટલોમાં રોકાતા હોય છે અને બાદમાં રાત્રીના સમયે વિકલી ટ્રેનોમાં એસી સ્લીપર કોચમાં સુતેલી મહિલાઓના લેડીઝ પર્સ, લેપટોપ, મોબાઇલની ચોરી કરી લેતી હોય છે. ટ્રેનના આગમના સમયે ટોલેટમાં જઇ પર્સમાંથી કિમતી સામાન કાઢી પર્સ ટોઇલેટમાં નાખી, સ્ટેશન પર તથા પેસેન્જર હોવાના ઢોંગ કરીને સ્ટેશન બહાર નકીળી પરત હોટલ પર જતા રહે છે અને હાથ લાગેલો મુદ્દા માલ વતનમાં જઇ નિકાલ કરવાની એમ ઓ કરાવે છે. ભુતકાળમાં તેઓ વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં ગેગસ્ટર એક્ટ મુજબ બેવાર આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે.