નશામાં ધૂત થઇને કાર દોડાવતા ચાલકે કાલાઘોડા ટ્રાફિક સિગ્નલ સર્કલની છત્રી, પોઇન્ટની લાઇટ તથા ડિવાઇડર તોડી નુક્સાન પહોંચાડ્યું હતું. જેથી સયાજીગંજ પોલીસે કારમાં તપાસ કરતા બોટલમાં દારૂ મળી આવતા રિઢા આરોપી કાર ચાલક સહિતના ચાર લોકોને ધરપકડ કરાઇ હતી. તેમની પાસેથી કાર અને પાંચ મોબાઇલ મળી રૂ. 4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એક નંબર પ્લેટ વગરની કારના ચાલકે ગઇ કાલે મોડી રાત્રીના 3 વાગ્યાના અરસામાં વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલની છત્રી સાથે અકસ્માત કરી સિગ્નલ પોઇન્ટની લાઇટ અને ડીવાઇડર પણ તોડી નાખ્યું હતું. ઉચ્ચ અધિકારીઓના સુચનાથી સયાજીગંજ પોલીસ ઘટના સ્થળ પર પર પહોંચી ગઇ હતી. ત્યારે કાર ચાલક નશો કરેલી હાલતમાં હતો. જેથી કાર માં તપાસ કરતા બોટલમાં દારૂ મળી આવ્ઓ હતો. પોલીસ દ્વારા કાર ચાલક સહિતના ત્રણ લોકો રવિ વિમલદાસ દેવજાણી, આકાશ ઉર્ફે સિંધી ભગવાનદાસ લાલવાણી તથા ધર્મેશ ઇન્દ્રકુમાર સસદેવ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમની પાસેથી કાર ચાર લાખ, પાંચ મોબાઇલ રૂ30 હજાર મળી 4.30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉલ્લેખનયી છે કે આરોપી રવિ દેવજાણી ગુનાઇત ભુતકાળ ધરાવે છે. તેની સામે પ્રોહિબિશન અને ઠગાઇના ગુના પણનોંધાઇ ચૂક્યા છે.