રોંગ સાઈડ તથા મોબાઈલ પર વાત કરનાર વાહન ચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવાશે
વડોદરા તારીખ 17
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવાઈ રહી છે. ત્યારે નિયમોનો ભંગ કરનાર તથા ગેરકાયદે પેસેન્જર બેસાડનાર 77 વાહનો ડિટેન કરાયા છે અને આ વાહન ચાલકો પાસેથી રૂપિયા 1.81 લાખનો દંડ પણ વસૂલ કરાયો છે. હવે રોંગ સાઈડ પર તથા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર ચાલકો પર પણ તવાઈ બોલાવવામાં આવશે.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં વધતા અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ સખતાઈ અપનાવવામાં આવી રહી છે અને 106 વાહન ચાલકોના લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યા છે. હજુ પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો તોડી વાહન ચલાવનાર ચાલકો વિરુદ્ધ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે હવે રોંગ સાઈડ તથા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાઈ રહી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 46 તથા ગેરકાયદે પેસેન્જર બેસાડનાર 31 વાહનનો ડીટેન કરીને તેમની પાસેથી રૂ.1.81 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. ટ્રાફિક એસીપી ડી એમ વ્યાસે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો મળીને 106 લોકોના લાયસન્સ રદ કરાયા છે. અને હાલમાં પણ કાર્યવાહી કરાવી રહી છે. હવે રોંગ સાઈડ તથા ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર ચાલકો વિરુદ્ધ પણ તવાઈ બોલાવવામાં આવશે.