નેશનલ હાઈવે 48 પર વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જતા ટ્રકને કરજણથી વડોદરા જતા રોડ પર ગાયત્રી પેટ્રોલ પંપ પાસેથી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડયો હતો. ટ્રકમાં પાટિયાની નીચે બનાવેલા ચોર ખાનામાં સંતાડી રાખેલો રુ.5.18 લાખની વિદેશી દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત 15. 18 લાખના મુદ્દા માલ સાથે ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે વરણામા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો હતો
હવે વિવિધ તહેવારો શરૂ થઈ રહ્યા હોય ત્યારે હવે બુટલેગરો ખુલીને મેદાનમાં આવી રહ્યા છે અને રાજ્ય બહારથી દારૂની મોટાપાયે હેરાફેરી શરૂ કરી દીધી છે. મોટાભાગે નેશનલ હાઇવે પરથી દારૂની ટ્રકોમાં ભરીને મંગાવતા હોય છે. જેના કારણે જિલ્લા એલસીબીની ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે. તાજેતરમાં જ બે જગ્યા પરથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારે 14 ઓગસ્ટ ના રોજ જિલ્લા પીઆઇ કૃણાલ પટેલના આદેશ મુજબ એલસીબીની ટીમના જવાનો પ્રોહિબીશન તથા જુગારના કેસો શોધી કાઢવા માટે વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં હાઇવે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એલસીબી ટીમના સ્ટાફને બાતમી મળી હતું જે એક આઇશર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો શંકાસ્પદ ટેમ્પો નેશનલ હાઈવે 48 પર હા.નં.૪૮ ઉપર છે. જેથી એલસીબીની ટીમે કરજણથી વડોદરા તરફ જતા ટ્રેક ઉપર ગાયત્રી પેટ્રોલ પંપની સામેથી દારૂ ભરેલા ટ્રકને ઝડપી પાડયો હતો. ટેમ્પામાં હાજર ડ્રાઇવર જાવેદ હમીદ અબ્દુલ (શેખ) (ઉ.વ.૩૧ રહે. મોતીબાગ મહોલ્લા સેન્ધવા તા. સેન્ધવા જી. બડવાની,મધ્યપ્રદેશ)નો હોવાનું જાણવા મળ્યું હતું. તેને ટ્રક શું ભરેલું છે પૂછતા સંતોષકારક જવાબ ન આપી ખાલી હોવાનું જણાવ્યું હતું. જેથી તેને સાથે રાખી ટ્રકમાં તપાસ કરતા ચોર ખાનું બનાવી તેના ઉપર પાટીયા ગોઠવેલા હતા. તે પાટિયા હટાવી જોતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલસીબીએ વિદેશી દારૂ રૂ.5.18 લાખ ટ્રક રૂ.10 લાખ તથા મોબાઈલ સહિત રૂ.15.18 લાખનો મુદ્દામાલ વરણામા પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સુપરત કરાયો હતો.
વડોદરા : ટ્રકમાં ચોરખાનું બનાવીને સંતાડી રાખેલો રુ.5.18 વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ચાલકની ધરપકડ
By
Posted on