ના છૂટકે ઓટો બાદ મેન્યુઅલ ફાટક ચાલુ બંધ કરવો પડ્યો :
માંજલપુર અવધૂત ફાટક ખાતેથી પસાર થતા અનેક વાહન ચાલકોને મુશ્કેલી પડી :
( પ્રતિનિધિ )વડોદરા.તા.14
વડોદરા શહેરમાં ઘણી વખત ટેકનિકલ ખામીને કારણે લોકો હેરાન પરેશાન બનતા હોય છે તેવામાં રેલ્વે ફાટક પર આવી એક ટેકનિકલ ખામીને કારણે વાહન ચાલકો પરેશાન થયું ઉઠ્યા હતા. રેલવે ફાટક બંધ કર્યા બાદ વહેલા ખોલવામાં સમસ્યા ઉદભવતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ અવધૂત ફાટક ખાતે આજે એક તરફ બંધ જોવા મળ્યો હતો. જ્યાં રેલ્વે કર્મચારીને પૂછતા જાણવા મળ્યું હતું કે, એક તરફનો ફાટક જ્યારે ટ્રેન આવે એના અમુક સમય પહેલાં બંધ કરવામાં આવે છે, પણ બંધ કર્યા પછી જ્યારે ફાટક ખોલવાનો હોય છે ત્યારે એ ફાટક ખુલતો નથી.
કોઈ ટેકનીકલ ખામીના કારણે આ ફાટક ફરીથી ખૂલતો નથી, હાલ સમસ્યા બાદ તેની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એક તરફ ફાટક બંધ હોવાના કારણે ફાટક પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ખામી બાદ રેલ્વે તંત્ર દ્વારા મેન્યુઅલી કર્મચારીના હાથે ફાટક ખોલવાની ફરજ પડી હતી.