Vadodara

વડોદરા : ટીડીઓ તરીકે જીતેશ ત્રિવેદી નિવૃત હોવા છતાં પાલિકામાં નોકરી પર ચાલુ કેમ રખાયાં ?  

ટીડીઓ તથા મ્યુનિસિપલ કમિશનર સામે કાર્યવાહી કરવા કાઉન્સિલરની પોલીસ ફરિયાદ

નિવૃત્ત થયેલા અધિકારી તથા કર્મચારીઓને પરત ફરજ પર નહી લેવાના આદેશોનું પણ ઉલ્લંઘન કરાયું  

ગુજરાત સરકારે નિવૃત થયેલા કર્મચારીઓ તથા અધિકારીઓના નિમણૂક નહી કરવા આદેશ આપ્યા હતા. તેમ છતાં કાવતરુ રચીને સરકારના આદેશ વિરુદ્ધ નિવૃત થયેલા જીતેશ ત્રિવેદીની ગેરકાયેદસર રીતે વડોદરા મહાનગર પાલિકામાં ટીડીઓ તરીકે નોકરી ચાલુ રખાવી સરકાર સાથે છેતરપિંડી કરાઇ હતી. જેથી જીતેશ ત્રિવેદી તથા મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ લેખિતમાં કાઉન્સિલરે ફરિયાદ આપી કાર્યવાહી કરવા માગ કરી છે.

વાઘોડિયા રોડ પર રતીલાપાર્ક માં રહેતા અને વડોદરા મહાનગર પાલિકાના વોર્ડ નંબર 15નાં કોર્પોરેટર આશિષ જોષીએ આપેલી અરજીમાં લખાવ્યું છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વહીવટ જોતા ચોકાવનારી વિગતો સામે આવી છે જેમાં આરોપી જીતેશ રમણલાલ ત્રિવેદી 30 જુન 2024ના રોજ પાલિકાના ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર તરીકે નિવૃત થયા છે. પરંતુ આ જગ્યા પર નિમણૂક નહી થવાના કરાણે સ્થાયી તેમજ સામાન્ય સભામાં ઠરાવો કરીને જીતેશ ત્રિવેદીને 11 માસ કરાર આધારીત નિમણૂક આપવાની ભલામણ કરાઇ હતી. ત્યારબાદ 31 ઓગષ્ટ 2022ના રોજ જીતેશ ત્રિવેદીના વયમર્યાદાના કારણે નિવૃત થતા 1 સપ્ટેમ્બર 2022ના રોજ 11 માસના કરાર આધારીત નિમણૂક કરવાની પરવાનગી ગુજરાત સરકારના શહેર વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ ગાંધીનગર ખાતેથી પત્રવ્યવહાર કરીને મંજૂરી મેળવવાની કાર્યવાહી કરાઇ હતી. 27 ડિસેમ્બરના 2022ના રોજ સેક્શન અધિકારી કિશનસિંહ ઝાલાએ મ્યુનિસિપલને ઉદ્દેશીને આપેલા પત્રમાં આરોપી જીતેશ ત્રિવેદીની નિમણૂકને મંજૂર આપી ન હતી. તેમ છતાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કોઇ ચોક્કસ કારણોસર 27 ડિસેમ્બરના રોજ ગુજરાત સરકારના આદેશનું પાલન નહી કરીને નિવૃત થયેલા જીતેશ ત્રિવેદીની નોકરી ચાલુ રાખી સરકારના આદેશનો સદંતર ઉલ્લંઘન કર્યું હતું. જેને લઇને શંકા તથા કુશંકાઓ ભેલાઇ છે. ત્યારે કોર્પોરેટરની ફરિયાદના આધારે જીતેશ ત્રિવેદી તથા મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાર્યવાહી કરાશે ?

જીતેશ ત્રિવેદીની નિમણૂકની દરખાસ્ત 5 દિવસમાં સરકારને રજૂ કરવા જણાવાયું હતું

સપ્ટેમ્બર 2023ના સામાન્ય સભાના ઠરાવ લઇને મ્યુનિ.કમિશનર દ્વારા ફરીવાર 11 માસના કરારના કારણે જીતેશ ત્રિવેદીની નિમણૂકને મંજૂર મેળવવાની કાર્યવાહી 24 એપ્રિલ 2024ના રોજ ગુજરાત સરકારના શહેર વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના સેક્સન અધિકારી સચિન કડીયા દ્વારા 11 નવેમ્બર 2021ના ઠરાવ મુજબ નિવૃત થયા અધિકારી કે કર્મચારીઓની નિમણૂકનો તાત્કાલિક ધોરણે અંત લાવવા માટે કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું અને આ દરખાસ્ત ગુજરાત સરકારને દિન 5માં રજૂ કરવા જણાવાયું હતુ. જેથી જીતેશ ત્રિવેદીને પણ 3 વર્ષ કરતા વધુ સમયથી ટીડીઓ તરીકે ફરજ બજાવતા હોય 31 ઓગષ્ટના 2022ના રોજ નિવૃત થયા બાદ પણ તેને જગ્યા તેઓની કરાર આધીરીત નિમણૂક થઇ શકે નહી તેમ છતાં મ્યુનિ. કમિશનરે સરકારની જોગવાઇઓની ઉલ્લંઘન કરીને ગેરકાયદે નિમણૂ કરી વડોદરા મહાનગર પાલિકા તથા ગુજરાત સરકાર સાથે છેતરપિંડી આચરી હતી.

લાંચ કેસમાં નામ ઉછળ્યું હોવા છતાં કેમ કાર્યવાહી નહી?

વારસીયા રિંગ રોડ પર બાંધકામ માટે જીતેશ ત્રીવેદીના પીએ યોગેશ પરમારને લાંચ લેતા એસીબીએ વર્ષ 2023માં ધરપકડ કરી હતી. તે દરમિયાન બાંધકામ શાખામાં ચાલતા ભ્રષ્ટાચારની બાબતો સામે આવી હતી. તે સમયે 1.50 લાખની  લાંચ માંગનાર જીતેશ ત્રિવેદીની ધરપકડ નહી થવાના કારણે  ઘણા આક્ષેપો થયા હતા. લાંચની માગણી કરી હોવાની વિગતો બહાર આવી હતી. પરંતુ તેની સામે કોઇ કાર્યવાહી કરાઈ ન હતી. ત્યારે આ કેસમાં ઉંડાણપૂર્વક તપાસ થાય તેવી આશિષ જોષીએ માગણી કરી છે. રાજકીય નેતાઓના ચાર હાથ અને મ્યુનિસિપલ કમિશરના આશીર્વાદના કારણે તેના ઉપર કોઇ કાર્યવાહી નહી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ઉંડાણપૂર્વક તપાસ થાય તો ઘણા મોટો ભ્રષ્ચાચાર બહાર આવે..

ટીડીઓ તરીકે 1 સપ્ટેમ્બર 2022થી 30 જૂના 2024 સુધીના સમયગાળા દરમિયાન જીતેશ ત્રિવેદી દ્વારા તેમના ફરજના નેજા હેઠળ લેવાયેલા નિર્ણયો સદંતર ગેરકાયદે હોય તેઓ જે કામ કર્યા છે તેની તપાસ થાય તો ઘણા કૌભાંડ સાથે ભ્રષ્ચાચાર પણ બહાર આવે. ત્યારે જિતેશ ત્રીવેદી તથા મ્યુનિ. કમિશનર દીલીપ રાણા સરકારીના પરીપત્રનું ઉલ્લંઘન કર્યું હોય તેમજ બાંધકામ વિભાગના અગત્યના સ્થળ કામ કરી બાંધકામની મંજૂર આપી હતી. જેથી જીતેશ ત્રિવેદી  અને મ્યુનિ.કમિશનર આઇએએસ અધિકારી હોય સિવિલ સર્વીસીસ રુલની જોગવાઇઓનું પાલન થયુ ન હોય તેમના વિરુદ્ધ કોગ્નિઝેબલ ફરિયાદ નોંધી તપાસ થાય તેવી મારી માંગ છે. આશિષ જોષી, મ્યુનિ.કાઉન્સિલર

Most Popular

To Top