માથાભારે અને અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા શખ્સો જાણે પોલીસનો ડર રહેવાનો હોય તેમ બિન્દાસ્ત રીતે કાયદો અને વ્યવસ્થાના ભંગ થતા હોય તેવા વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. ફરી એકવાર કેટલાક ટપોરીઓ દ્વારા વડોદરા શહેરના અકોટા બ્રિજ પર રોડની વચ્ચે ખુરશી પર બેસીને વિડીયો બનાવ્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે જોઈને રાવપુરા પોલીસ એકશનમાં આવી હતી અને વીડિયોમાં દેખાતા તમામ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તમામને કાન પકડાવી આવો વિડીયો ફરીવાર નહીં બનાવવા માટે પણ માફી મંગાવી હતી.
