31 ડિસેમ્બર એટલે પાર્ટી કરવાનો રીવાજ થવા લાગ્યો છે. અને આ પાર્ટીઓમાં શોખીનો દારુનું સેવન કરે છે. વર્ષનો અંતિમ દિવસ 31 ડિસેમ્બર નજીક આવતા જ ઇંગલિશ દારૂનું ગુપ્ત રીતે વેચાણ થવા લાગે છે. ક્રિસમસના તહેવારની ઉજવણીના આડમાં શોખીનો લીકરનો સ્વાદ માણે છે. અને નશો કર્યા બાદ અસામાજિક તત્ત્વો દ્વારા ગુંડાગીરી અથવા તો બેફામ રીતે વાહન હંકારવાના કિસ્સાઓ બન્યા છે. આવી નુકસાન કરતી પ્રવૃત્તિઓ રોકવા વડોદરા પોલીસ એકશન મોડમાં છે. ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ છે ત્યારે તહેવારની આડમાં ઉજવણી કરવા રાજ્યમાં દારૂ ઘુસાડનારા તત્ત્વોને રોકવા પોલીસ પણ કટિબદ્ધ છે.
નશાના શોખીનોનો આતંક રોકવા વડોદરા શહેરમાં ઠેર-ઠેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયું છે. પોલીસે વડોદરાના તમામ ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત રાખ્યો છે. શહેરમાં આવતા-જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ કોઈના પર પણ શંકા જતા તાત્કાલિક વાહન ઉભું રખાવશે અને વાહનચાલકો દ્વારા તેમને સહકાર નહી અપાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે વડોદરાના મધ્યમાં આવેલ નવલખી મેદાન જ્યાં અંધાર પટ માં કેટલાક લોકો નશો કરતા અનેક વાર ઝડપાયા છે અને બળાત્કાર જેવા બનાવો પણ બન્યા છે એવામાં કોઈ અણબનાવ ના થાય તે ને લઈ વડોદરા ઝોન 2 ડીસીપી અભય સોની દ્વારા નવલખી કમ્પાઉન્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું સાથે સાથે રાવ પુર પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો.
નવલખી પર ફોરવિલ ગાડી દેખાતા ગાડી નું ચેકીંગ કરવામાં આવ્યું હતું અને રાત્રે નવ વાગ્યા પછી નવલખી પર ગાડી લઈ ને નહિ આવા સૂચના પણ આપાઈ હતી. તો બીજી બાજુ રાવપુરા પોલીસ દ્વારા અકોટા દાંડિયાબજાર રોડ પર સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું અને નશેડીઓ અને અસમાજિક તત્વો પર પોલીસને બાજ નજર રાખી હતી.