Vadodara

વડોદરા : ઝાડ પર ચડી ગયેલા યુવકે નીચે નહીં ઉતરવા જીદ પકડી,ભારે જહેમતે ફાયરબ્રિગેડના જવાનોએ નીચે ઉતાર્યો

યુવકની માનસિક સ્થિતિ અસ્થિર હોવાનું તારણ

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

વડોદરા શહેરના અલકાપુરી સર્કિટ હાઉસની સામેના ભાગે પીપળાના ઝાડ ઉપર એક યુવક ચડી ગયો હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચી તેને નીચે ઉતારવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતારવામાં ફાયર બ્રિગેડના સફળતા મળી હતી.

વડોદરા શહેરના અલકાપુરી સર્કિટ હાઉસની સામે નીલગીરી બંગલોની પાછળના ભાગે એક યુવક ઝાડ ઉપર ચડી જતા ફાયર બ્રિગેડનું તંત્ર દોડતું થયું હતું. વડી વાડી ફાયર સ્ટેશનના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને તેને નીચે ઉતારવાની રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. જો કે, જેમ જેમ ઝાડ ઉપર ફાયર બ્રિગેડના જવાનો ચડી રહ્યા હતા તેમ તેમ આ યુવક પણ ઊંચાઈ પર જઈ રહ્યો હતો. ઘડીક માટે પાણી માંગતો હતો અને નાસ્તાની પણ માંગણી કરતો હતો. જોકે નીચે નહીં ઉતરવા જીદ પકડી હતી. વડીવાડી ફાઈવ સ્ટેશનના સબ ફાયર ઓફિસર અર્જુન દાન ગઢવીએ જણાવ્યું હતું કે, આઠ સાડા આઠની આસપાસ કોલ મળ્યો હતો કે, કોઈ યુવક છે જે ઝાડ પર ચડી ગયો છે. અલકાપુરી રોડ પંચશીલ હોટલની પાછળ સ્થળ પર આવતા જાણવા મળ્યું હતું કે, થોડો મગજનો અસ્થિર હોય તેમ શરૂઆતમાં આવ્યા ત્યારે લાગતું હતું. તે થોડી વાર પાણીની માંગણી કરે થોડીવાર નાસ્તાની માંગણી કરે અને જેવા આપણા કર્મચારી નજીક જાય તે મારવાનો પ્રયત્ન કરતો હતો અને ઉપર જવાનો વધારે પ્રયત્ન કરતો હતો. એટલે અમે રાહ જોઈ અને સમજાવીને પરત નીચે લાવીએ. ત્યારે સહી સલામત રીતે એને નીચે લઈ આવ્યા છે. કાલ રાતનો ઉપર છે એવું સ્થાનિકોનું કહેવું છે તેને નીચે લઈ આવ્યા છે. આ યુવક કોણ છે અને કયા કારણોસર ઝાડ ઉપર ચડી ગયો હતો તે દિશામાં પોલીસે તેની પૂછપરછ હાથધરી છે.

Most Popular

To Top