વડોદરા તારીખ 6
વડોદરા શહેરમાં ટુ વ્હીલર ચાલકો હેલ્મેટ પહેર્યા વિના બિન્દાસ્ત રીતે વાહન દોડાવતા હોય છે. જેના કારણે ક્યારેક અકસ્માતમાં માથામાં ગંભીર ઇજા થવાના કારણે તેમનું મોત પણ નીપજતું હોય છે. ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા લાભ પાંચમના દિવસથી ફરીવાર હેલ્મેટ ડ્રાઇવ શરૂ કરાઈ છે. સરકારી કર્મચારીઓ તથા કચેરીઓમાં કામ અર્થે આવતા ટુ વ્હીલર ચાલકોને પોલીસે રોકયા હતા અને હેલ્મેટ જેને પહેર્યો ન હોય તેમને મેમો ભટકાડી દંડ પણ ઉભરાવ્યો હતો. ત્યારે પોલીસની ડ્રાઇવને પગલે હેલ્મેટ ન પહેરી હોય તે વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
વડોદરા શહેરમાં અકસ્માત થવાના કારણે માથામાં ગંભીર જતા લોકો મોતને ભેટતા હોવાના અનેક કિસ્સા બની ચૂક્યા છે. ત્યારે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા અગાઉ પણ હેલ્મેટનો કાયદો અમલમાં લાવ્યા હતા ત્યારબાદ પડતો મુકાયો હતો. હવે ફરી હેલ્મેટના કાયદાનો અમલ કરવા માટે ટ્રાફિક પોલીસ વિભાગે એક પ્રકારની ડ્રાઇવ શરૂ કરી છે. જેને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરની સરકારી કચેરીઓથી શરૂઆત કરી છે. ટ્રાફિક પોલીસે આજે છ નવેમ્બરના રોજ નર્મદા ભવન સહિતની સરકારી કચેરીઓ બહાર ઉભા રહીને ત્યાં આવતા ટુ વ્હીલર ચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોય તેમને ઉભા રાખી કાયદેસરનો દંડ મેમો ફટકારી દંડ ભરાવ્યો હતો. લાભ પાંચમના દિવસથી જ હેલ્મેટની ડ્રાઇવ શરૂ કરતાં વાહન ચાલકોમાં વપરાટ ફેલાયો છે. સવારથી હેલ્મેટ ન પહેર્યું હોય તેવા વાહન ચાલકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.