પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામનાર ઉમેદવારોની ડે.મ્યુ.કમિશ્નરને રજૂઆત
15 થી 20 દિવસની અંદર નિરાકરણ લાવી નિમણુંક પત્ર આપવાની ડે.મ્યુ.કમિશનરે ખાતરી આપી
( પ્રતિનિધિ )વડોદરા,તા.17
વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક માં નિમણૂક પામનાર ઉમેદવારોને નિમણૂક પત્રો નહીં મળતા ઉમેદવારોએ પાલિકાની વડી કચેરી ખાતે મોરચો માંડીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી.

વડોદરા મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્ક ની માટે પસંદગી પામેલા ઉમેદવારોને છેલ્લા પાંચ મહિનાથી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ પણ ઘણો લાંબો સમય વીતી ગયો છે તેમ છતાં પણ આજ દિન સુધી આ નિમણૂક પત્ર આપવામાં નહીં આવતા આજરોજ ઉમેદવારો પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા.ઉમેદવાર ચિન્મય પરમારે જણાવ્યું હતું કે, નિમણૂક પત્ર જે અટકાવી રાખ્યા છે છેલ્લા પાંચ સાડા પાંચ મહિનાથી એ નિમણૂક પત્રો જલ્દીથી આપવામાં આવે. ટોટલ 80 બેરોજગાર છોકરાઓ છે. જે છેલ્લા એક વર્ષથી બેસી રહ્યા છે અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન પછી પણ છેલ્લા પાંચ મહિનાથી રાહ જોઈને બેઠા છે કે આજે નિમણૂક પત્ર મળશે. પણ આજ દિન સુધી નિમણૂક પત્ર મળ્યા નથી. એના માટે કમિશનર અને ડેપ્યુટી મ્યુ. કમિશનરને મળવા માટે આવ્યા હતા. પરંતુ મ્યુનિસિપલ કમિશનર હાજર નથી. જેથી અમે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળ્યા હતા તેમણે એમ જણાવ્યું છે કે આ બાબતની અમને જાણ છે અને તમને 15 થી 20 દિવસની અંદર અમે નિરાકરણ લાવી અને નિમણૂક પત્ર આપીશું. અલગ અલગ જિલ્લામાંથી અમે ઉમેદવારો આવેલા છે તેમ ચિન્મય પરમારે જણાવ્યું હતું.
