Vadodara

વડોદરા : જીએસટીની સતત બીજા દિવસે કાર્યવાહી,બીપીસી રોડ પર કપડાના વૈભવી શોરૂમમાં સર્ચ

( પ્રતિનિધિ )વડોદરા,તા.12

જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. સતત બીજા દિવસે જીએસટી વભાગ દ્વારા તૈયાર કપડાંના શોરૂમમા દરોડા પાડી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન મોટા પાયે ટેક્સ ચોરી ઝડપાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

વડોદરા શહેરના બી.પી.સી. રોડ ઉપર કપડાંના શોરૂમમા સમી સાંજે જીએસટીની ટીમ ત્રાટકી હતી. અધિકારીઓ દ્વારા શોરૂમ સ્થિત સ્ટોકની માહિતી ઉપરાંત ખરીદ – વેચાણના બીલોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત બેંક એકાઉન્ટની પણ માહિતી મેળવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મોટી કર ચોરી બહાર આવે તેમ મનાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બુધવારે જીએસટી વિભાગ દ્વારા શહેરના રાવપુરા, ઘડિયાળી પોળ અને સુલતાનપુરામા ત્રણ શો રૂમમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. જીએસટી વિભાગ દ્વારા છેલ્લા બે દિવસથી હાથ ધરાયેલી કાર્યવાહીના પગલે વેપારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. જીએસટી વિભાગ દ્વારા દિવાળી દરમિયાન તૈયાર કપડાંના થયેલા વેપારને પગલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બે દિવસમાં ત્રણ કપડાંના શોરૂમ અને એક જ્વેલર્સના શોરૂમમા કાર્યવાહી કરવામાં આવતા શહેરના વેપારીઓમા ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.

Most Popular

To Top