વડોદરા જિલ્લા પંચાયતની ત્રણ મહિને મળતી જનરલ બોડી મીટિંગમાં વિકાસના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.જે દરમિયાન પાંચ માઇનોર ઇરિગેશન ટેન્કના કામો શરૂ નહિ કરનાર બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતના સભાગૃહનું રિનોવેશન ચાલી રહ્યાં હોવાથી ગઇ સભા કોઠીના ધારાસભા હોલમાં મળી હતી.જ્યારે આજે નવી કલેક્ટર કચેરી ખાતે મીટિંગ મળી હતી.જેમાં પંચાયતના સયાજીપુરા સ્ટોર બિલ્ડિંગ,કરનાળી રેસ્ટ હાઉસ અને સાવલી બસ સ્ટેન્ડ પાસેની જૂની ઓફિસને પીપીપી ધોરણે ડેવલપ કરવા ઠરાવ કરાયો હતો.
આ ઉપરાંત વાઘોડિયા તાલુકાના જરોદ, કોટંબી અને રવાલ ગામે તેમજ સાવલીના વડદલા ગામે માઇનોર ઇરિગેશન ટેન્કનો દોઢ વર્ષ પહેલાં અંદાજે રૂ.એક કરોડનો કોન્ટ્રાક્ટ લેનાર છાણીની મિરલ કનસ્ટ્રક્શનને ૨૩ નોટિસ આપી હોવા છતાં કામ શરૃ કર્યું નથી. જ્યારે,સાવલીના જાવલા ગામે આવી જ રીતે માઇનોર ઇરિગેશન ટેન્કનું અંદાજે રૂ.૧૮ લાખનું કામ લેનાર રાજેન્દ્રસિંહ વિક્રમસિંહ સોલંકીને પણ ૭ નોટિસ આપવા છતાં કામ શરૂ કર્યું નથી.જેથી બંને કોન્ટ્રાક્ટર સામે બ્લેક લિસ્ટ તેમજ ડિપોઝિટમાંથી રકમ કાપવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો.
વડોદરા જિ.પંચાયતની 30 નોટિસ પછી પણ કામ નહિ થતાં બે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી
By
Posted on