જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પૂતળા દહનનો કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવ્યો હતો.



સંસદમાં કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા કરાયેલા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે કપૂરાઈ વિસ્તારમાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાના પ્રમુખ દર્શિત અને તેમની યુવા મોરચાની ટીમ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલની આગેવાનીમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓ અને કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ પ્રદર્શન કાર્યક્રમ આયોજન કરાયું હતું જેમાં ઉગ્રહ સૂત્ર ઉચ્ચાર બાદ રાહુલ ગાંધી ના પૂતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
બોક્ષ:-જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ…
રાહુલ ગાંધી એ જે રીતે દેશને ગેરમાર્ગે દોરીને જનતાની અંદર જે રીતે સંસદની અંદર જે શબ્દો વાપરીને અમિત શાહ નો વિરોધ કરતા હતા એ ખોટો વિરોધ કરીને લોકોને ગેરમાર્ગે દોરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા તરફથી રાહુલ ગાંધીનો પૂતળા દહન કરીને સખત વિરોધ કર્યો છે.
નોંધનીય છે કે ગૃહ મંત્રી અમિત સાહેબ સંસદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને લઇ આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયું છે અને પ્રદર્શનનો થઈ રહ્યા છે તેમાં કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ગૃહ મંત્રી અમિત સાહેબ બાબાસાહેબ આંબેડકર ની અપમાન કર્યું છે જ્યારે ભાજપનું કહેવું છે ગૃહ મંત્રી અમિત શાહ નું નિવેદન કોંગ્રેસ દ્વારા તોડી મરોડીને રજુ કરવામાં આવ્યું છે.
બોક્ષ:-યુવા મોરચાના પ્રમુખ દર્શિત…
ગઈકાલે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહ ના નિવેદનને તોડી મરોવાડી ને કોંગ્રેસે કર્યું છે સ્થગિત કરી છે કોંગ્રેસ વર્ષોથી બાબાસાહેબ આંબેડકર વિરોધી રહી છે બંધારણની વિરોધી રહી છે 1975 માં ઇન્દિરા ગાંધી દ્વારા બહુ મોટું અપકૃત્ય કરવામાં આવ્યું હતું અને બંધારણને બદલવાનું કૃત્ય કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ્યારે નરેન્દ્ર મોદી ની સરકાર બાબાસાહેબ આંબેડકરને વિશ્વ ફલક પર લઈ જઈ રહી છે બાબાસાહેબ આંબેડકર સાથે સંકળાયેલા પંચ તીર્થો ને ડેવલોપ કરી રહી છે. સૌપ્રથમ નરેન્દ્ર મોદી તાત્કાલિક મુખ્યમંત્રી હતા ત્યારે એમને અંબાણી પર બંધારણની યાત્રા કાઢી હતી અને આ કોંગ્રેસ આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના નિવેદનને તોડી મરડીને રજૂ કરી રહી છે ત્યારે આજે યુવા મોરચાના કાર્યકર્તા અને જિલ્લા ભાજપ પ્રમુખની આગેવાની હેઠળ ભાજપના કાર્યકર્તાઓ રાહુલ ગાંધી અને કોંગ્રેસના કૃત્યને વખોડીએ છે અને આજે રાહુલ ગાંધીના પૂતળાને દહન કરી તમે અમારો સખત વિરોધ વ્યક્ત કરીએ છે
