Vadodara

વડોદરા જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં જોખમ, જર્જરિત પેરાફીટ છતાં સત્તાવાળાઓની ઉદાસીનતા

જાહેર સુરક્ષા પર પ્રશ્નચિહ્ન, અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?

વડોદરા જિલ્લાના મુખ્ય સરકારી સંકુલ એવા જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પેરાફીટ જર્જરિત હાલતમાં છે, જે કોઈપણ સમયે ધરાશાયી થઈ મોટી જાનહાનિ સર્જી શકે છે. છતાં, સત્તાવાળાઓ આ ગંભીર મુદ્દાને અવગણી રહ્યા છે. જિલ્લા પંચાયત બિલ્ડિંગમાં સજાવટ અને ફર્નિચરના કામો ચાલી રહ્યા છે, પરંતુ મકાનની સુરક્ષા અંગે કોઈ ધ્યાન નથી.

કર્મચારીઓમાં ચર્ચા છે કે અધિકારીઓ પોતાની કેબિનના સુશોભન પર વધુ ધ્યાન આપે છે, પરંતુ પબ્લિક સુરક્ષાને લગતા પ્રશ્નો પર આંખ મીંચી રહ્યા છે. જો આ પેરાફીટનો ભાગ તૂટી પડે અને કોઈ જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોણ લે? આ પ્રશ્ન આજે ચર્ચાનો વિષય બન્યો છે. અગાઉ પણ આ બિલ્ડિંગમાં કચરાના ઢગ જોવા મળ્યા હતા, જે વહીવટીતંત્રની ઉદાસીનતા દર્શાવે છે.

આ સાવચેતીપૂર્વક ઉકેલવા જેવો મુદ્દો છે, અને તંત્રએ આ ખતરાને અવગણવો ન જોઈએ. હવે સમય છે કે અધિકારીઓ સજાવટ કરતાં સુરક્ષાને પ્રાથમિકતા આપે અને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ન બને.

Most Popular

To Top