Vadodara

વડોદરા જિલ્લા પંચાયતમાં રૂ. ૪૦ લાખનો ગોટાળો



કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહે માહિતી માંગી ત્યારે શિક્ષણ વિભાગનું ભોપાળું બહાર આવ્યું

વડોદરા જિલ્લા પંચાયત સંચાલિત શાળાળાઓમાં લેવાતી પરીક્ષામાં મસ મોટો ગોટાળો પ્રકાશમા આવ્યો છે. છેલ્લા બે વર્ષ પુરવણી, પ્રશ્નપત્રો અને ઉત્તરવહીના ખર્ચમાં રૂપિયા ૪૦ લાખના ગોટાળાએ શિક્ષણ વિભાગ સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

વડોદરા જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ છાશવારે ગોટાળા અને ગેરવહીવટ ને કારણે ચર્ચામાં આવે છે. જ્યાં દેશના ભવિષ્ય એવા ભૂલકાઓને પ્રાથમિક શિક્ષણ અપાય છે, એવી શાળાઓના સંચાલનમાં ગરબડ ગોટાળા થતા હોય ત્યા બાળકોના ભવિષ્યનું ઘડતર કેવી રીતે થાય ? તાજેતરમાં જિલ્લા પંચાયતનું શિક્ષણ વિભાગ રૂપિયા ૪૦ લાખના ગોટાળા માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. શિક્ષણ વિભાગ તરફથી અપાયેલી માહિતી મુજબ વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ ના શૈક્ષણિક વર્ષમા કુલ ૯૨૯૫૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં ઉત્તરવહી, પુરવણી અને પ્રશ્નપત્રોનો ખર્ચ રૂપિયા ૬૯,૪૭,૪૬૯ થયો હતો. ત્યાર બાદ એક વર્ષ પછી એટલે કે વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ના શૈક્ષણિક વર્ષમાં કુલ ૯૨૯૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં પુરવણી, ઉત્તરવહી અને પ્રશ્નપત્રોનો ખર્ચ માત્ર રૂપિયા ૨૯,૭૭,૦૬૯ થયો હતો. વર્ષ ૨૦૨૩ની પરીક્ષામાં ખર્ચ થાય છે રૂપિયા ૬૯,૪૭,૪૬૯ અને ત્યાર બાદ વર્ષ ૨૦૨૪ મા ગત વર્ષની સરખામણીમાં બે વિદ્યાર્થી વધ્યા છતાં ૪૦ રૂપિયાનો ખર્ચ ઘટ્યો. ટૂંકમાં જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગે ગત વર્ષે રૂપિયા ૪૦ લાખ વધુ ચૂકવી દીધા. આ સમગ્ર ગોટાળો પ્રકાશમાં ત્યારે આવ્યો જયારે જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય અર્જુનસિંહ પઢીયારે આ માહિતી માંગી. અર્જુનસિંહે જિલ્લા પંચાયતની સામાન્ય સભા મા પણ આ મુદે અવાજ ઉઠાવ્યો હતો.
પ્રથમ દ્રષ્ટિએ સ્પષ્ટ જણાઈ આવતા રૂપિયા ૪૦ લાખના ગોટાળા અંગે પ્રમુખ ગાયત્રીબેન શું કહે છે કે ડી.ડી.ઓ ને તપાસ કરવાના આદેશ કર્યા છે
જિલ્લા પંચાયતમા શિક્ષણ વિભાગમા આ પહેલી વારનો ગોટાળા નથી. ભૂતકાળમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં અપાતી સંગીત સહિતની કીટ મા પણ લાખો રૂપિયાનો ગોટાળો પ્રકાશમાં આવ્યો હતો.

Most Popular

To Top