Vadodara

વડોદરા જિલ્લા પંચાયતના નવા સભાગૃહમાં પ્રથમ દિવસે જ હોબાળો


વન નેશન વન ઇલેક્શન અંતર્ગત ઠરાવ બાબતે વિપક્ષ દ્વારા વિરોધ

વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા શુક્રવારે નવા સભાગૃહમાં યોજાઈ હતી. જિલ્લા પંચાયતના નવા સભાગૃહમાં પહેલા જ દિવસે હોબાળો મચી ગયો હતો. અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત ઠરાવ બાબતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, આ બહુમતીના જોરે ઠરાવ કરવામાં આવ્યો હતો.
વડોદરા જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી ચૂંટણી નથી યોજવામાં આવી તે અંગે વિપક્ષ દ્વારા ઠરાવ કરવાની માગ કરવામાં આવી હતી. આ મુદ્દા અંગે વિપક્ષ દ્વારા ત્યારે અવાજ ઉઠાવવામાં આવ્યો કે જ્યારે વન નેશન વન ઇલેક્શન અંગેનો ઠરાવ કરવાની વાત અધ્યક્ષ દ્વારા રજૂ કરવામાં આવી હતી.

ગામોનો વિકાસ રૂંધાઈ રહ્યો છે: વિપક્ષ નેતા મુબારક પટેલ


વિપક્ષ નેતા મુબારક પટેલે જણાવ્યું કે, વડોદરા જિલ્લા પંચાયત હેઠળ આવતા આઠ તાલુકાના 248 ગ્રામ પંચાયતમાં છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી વહીવટદારો દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. આ પંચાયતોમાં પ્રથમ ઇલેક્શન જાહેર કરવામાં આવે તેવી માગ કરી હતી. સાથે તેઓએ સભામાં કહ્યું કે, અહીંયા એક કરતા વધુ ગામમાં વહીવટદાર કામગીરી કરતા હોવાથી ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે, લોકોને મુશ્કેલીઓ પડી રહી છે. આ સાથે વન નેશન વન ઈલેક્શનનો વિરોધ નોંધાવ્યો હતો.

ગામોમાં અઢી વર્ષથી ચૂંટણી યોજાઈ નથી
વડોદરા તાલુકામાં 36, પાદરામાં 49, કરજણના 58, શિનોર 11, ડભોઇ 28, વાઘોડિયા 22, સાવલી 29, ડેસર 15 મળી કુલ 248 ગ્રામ પંચાયતોમાં છેલ્લા અઢી વર્ષથી ચૂંટણી થઈ નથી. આ મામલે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top