વડોદરા તારીખ 5
ગુજરાત રાજ્યમાં પોલીસ તંત્રમાં મોટા પાયે કરવામાં આવેલી બદલીની અસર હવે સ્થાનિક સ્તરે સ્પષ્ટ જોવા મળી રહી છે. રાજ્ય પોલીસ વડા દ્વારા 754 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલીના હુકમો બાદ વડોદરા શહેર અને જિલ્લા પોલીસમાં પણ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા છે.જેના કારણે ગ્રામ્યના 10 પોલીસ સ્ટેશન સહિત એલસીબી અને એસઓજીમાં ખાલી પડેલી પોલિસ સ્ટેશનમાં તાત્કાલિક ફાળવણી કરવા સાથે નિમણૂકો કરવામાં આવી છે.
વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં જાહેર થયેલા આ બદલીઓના પગલે અનેક પોલીસ સ્ટેશનોમાં જગ્યા ખાલી પડી હતી. આ ખાલી જગ્યાઓને પૂર્ણ કરવા માટે વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં નવા પીઆઇઓને નિયુક્ત કરી સત્તાવાર રીતે પોલીસ સ્ટેશનોનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.
શહેરના સીટી વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં પણ નવી નિમણૂકો કરીને તંત્રને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજી તરફ ગ્રામ્ય પોલીસ વિભાગમાં પણ એલસીબી, એસઓજી સહિત મહત્વપૂર્ણ શાખાઓમાં તેમજ 10 પોલીસ સ્ટેશનોમાં આશરે 10 જેટલા પીઆઇઓની નિમણૂક કરવામાં આવી છે.
નવા નિમણૂક પામેલા પીઆઇઓની યાદી:
વી.સી. પરમાર – મંજુસર પોલીસ સ્ટેશન
કે.એચ. ચૌધરી – વરણામા
એચ.આર. શાહ – એલ.આઈ.બી.
એચ.ટી. પટેલ – ડભોઇ
એચ. બી. ગોહિલ – વાઘોડિયા
આર.એ. જાડેજા – જરોદ
પી ટી ચૌધરી – વલણ
આર.આર. વસાવા – શિનોર
કે.સી. પટેલ – ડેસર
એન.એમ. આહીર – ચાણોદ
પી.જે. ખરસાણ – એલસીબી
પી.કે. સોઢા – એસઓજી