- આંતરિક વિખવાદના કારણે રાજીનામુ આપ્યું હોવાની ચર્ચા
- પ્રદેશે હજુ રાજીનામુ સ્વીકાર્યું નથી
કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ જોવા મળી રહી છે. કોંગ્રેસનો આંતરિક વિકાસ આમેય ચરમશીમા ઉપર રહે છે ત્યારે વડોદરા જિલ્લામાં વધુ એક વિખવાદ સામે આવ્યો છે અને તેના કારણે તાજેતરમાં જ નિમણૂક પામેલા જિલ્લા પ્રમુખ જસપાલસિંહ પઢિયારે પ્રદેશ કક્ષાએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે
કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે થોડા મહિનાઓ અગાઉ જ વિવિધ જિલ્લાના પ્રમુખ તરીકે પૂર્વ ધારાસભ્યો અને આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી. વડોદરા જિલ્લા પ્રમુખ તરીકે પાદરા ના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર ને જવાબદારી આપવામાં આવી હતી. જોકે હજુ લોકસભાનું ઇલેક્શન આવ્યું નથી તે પહેલા જ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિકાસ જોવા મળ્યો છે અંતરંગ વર્તુળો તરફથી મળતી માહિતી મુજબ ડભોઇના એક આગેવાન કે જેઓ પ્રદેશ કક્ષાએ છે તેઓ દ્વારા પ્રમુખ ઉપર સતત દબાણ કરવામાં આવતું હતું કે તેઓ તેમને પૂછીને જ કોઈપણ નિર્ણય લે. જેનાથી ત્રાસી જઈ જિલ્લા પ્રમુખ તરીકે જ જસપાલસિંહ પઢિયારે પ્રદેશ કક્ષાએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચા છે. જોકે હાલ સુધી પ્રદેશે તેઓનું રાજીનામું સ્વીકાર્યું નથી. અને જાણવા મળ્યા મુજબ ડભોઇના એ નેતાને પ્રદેશ તરફથી તેડું આવ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.