Vadodara

વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ધમધમાટ શરૂ

કરજણ સહિત સાથળા તાલુકા અને નગરપાલિકાઓમાં સામાન્ય અને પેટા ચૂંટણીની પ્રક્રિયા શરૂ

વડોદરા જિલ્લાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આચાર સંહિતા લાગુ થવાથી, સ્થાનિક નગરપાલિકાઓ અને પંચાયત તંત્રો માટે સામાન્ય અને પેટા ચૂંટણીની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. કરજણ સિવાય, સાવલી અને પાદરા નગરપાલિકાની એક-એક બેઠક માટે પેટા ચૂંટણી યોજાશે.

વડોદરા જિલ્લાના તાલુકા પંચાયતોમાં શિનોર, પાદરા, અને વડોદરા તાલુકાની ચૂંટણીઓમાં પણ મતદારો અને રાજકીય પક્ષોની રણનીતિઓ મહત્વની બની રહેશે. કરજણ નગરપાલિકામાં સાત વોર્ડની કુલ 28 બેઠકો પર સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે.

કરજણમાં ચૂંટણી માટે કુલ 38 બી.યુ. અને 76 સી.યુ. મશીનો ઉપયોગમાં લેવાશે. સાથે જ 178 જેટલો પોલિંગ સ્ટાફ તેમજ 84 પોલીસકર્મીઓનું પણ કાર્યક્ષેત્રમાં આયોજન કરાયું છે. કુલ 27,177 મતદારો આ ચૂંટણીમાં ભાગ લઈ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.


ચૂંટણી માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારી પત્રો ભરવાથી લઇ મતગણતરી સુધીની પ્રક્રિયાને ઝડપથી પૂર્ણ કરવાની યોજના છે.

ચૂંટણી જાહેર કરવાની તારીખ : 21 જાન્યુઆરી 2025

જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ : 27 જાન્યુઆરી 2025

ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ : 1 ફેબ્રુઆરી 2025

ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ : 3 ફેબ્રુઆરી 2025

ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ : 4 ફેબ્રુઆરી 2025

મતદાનની તારીખ : 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી)

પુનઃમતદાનની તારીખ (જરૂર જણાય તો) : 17 ફેબ્રુઆરી 2025

મતગણતરીની તારીખ : 18 ફેબ્રુઆરી 2025

ચુંટણી પૂર્ણ થવાની અંતિમ તારીખ : 21 ફેબ્રુઆરી 2025

Most Popular

To Top