જિલ્લા કક્ષાએ ૩ અને તાલુકા કક્ષાએ ૪ શિક્ષકોની પસંદગી, સાવલી, ડભોઈ અને વડોદરા તાલુકાના શિક્ષકોનો સમાવેશ
વડોદરા વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વર્ષ ૨૦૨૫ માટે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોને આ સન્માન આપવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ ત્રણ શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં પાદરા તાલુકાની લુણા પ્રાથમિક શાળાના સોનલબેન પઢિયારની પસંદગી થઈ છે. માધ્યમિક વિભાગમાં વડોદરા તાલુકાની રણોલી સ્થિત કે.વી.અંગ્રેજી શાળાના રામાભાઈ રોહિતને પસંદ કરવામાં આવ્યા છે. એચ.ટાટ કેટેગરીમાં કરજણ તાલુકાની લાકોદરા પ્રાથમિક શાળાના જયદીપસિંહ ગોહિલનો સમાવેશ થયો છે.
તાલુકા કક્ષાએ ચાર શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. સાવલી તાલુકાની ટુંડાવ પ્રાથમિક શાળાના બીનાબેન સોલંકી, ડભોઈ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળાના જયાબેન પરમાર, વડોદરા તાલુકાની અનગઢ પ્રાથમિક શાળાના સ્વીટીબેન ધાણધારા અને ડભોઈ તાલુકાની અકોટદર પ્રાથમિક શાળાના વિજય ભાલીયાનો સમાવેશ થાય છે.