નંદેસરી અને કોયલી ગ્રામ પંચાયતમાં મતદાન, 78 કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં જોડાશે
વડોદરા જિલ્લામાં ત્રણ ગ્રામ પંચાયતની ચૂંટણી આગામી 16 ફેબ્રુઆરીએ યોજાવાની છે, જેમાં નંદેસરી અને કોયલી ગ્રામ પંચાયતમાં મતદાન યોજાશે, જ્યારે દશરથ ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર થઈ છે. આ ચૂંટણી માટે કુલ 16,417 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયાની સુચારુ વ્યવસ્થા માટે 47 કર્મચારીઓ 15 ફેબ્રુઆરીથી ફરજ પર રહેશે, જ્યારે 16 ફેબ્રુઆરીના રોજ 31 કર્મચારીઓ અને કુલ 78 કર્મીઓ ચૂંટણી કામગીરીમાં જોડાશે.
ચૂંટણીના દિવસે 31 કર્મચારીઓ રિસિવિંગ અને ડીસ્પેચિંગ સેન્ટર પર ફરજ બજાવશે. સલામતી અને વ્યવસ્થિત મતદાન પ્રક્રિયા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ચૂંટણી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. મતદાનની પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ રીતે યોજાઈ શકે તે માટે પ્રશાસન તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે.
