ગુજરાતીઓ અને ગુજરાતી ફિલ્મનો જે પાવર છે એમને જરાય નીચા ના આંકવા : મલ્હાર ઠાકર
ગુજરાતી ફિલ્મના શો દરમિયાન એસી બંધ થઈ જતા કે કરી દેતા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.16
વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલી આઈનોકસ મલ્ટીપ્લેક્સમાં ગુજરાતી ફિલ્મના શો દરમિયાન એસી બંધ થઈ જતા ફિલ્મ નિહાળવા આવેલા લોકોએ આક્રોશ ઠાલવ્યો હતો. જ્યારે આ મામલે ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરે સોશિયલ મીડિયા પર આઈનોકસ મલ્ટીપ્લેક્સને ટાંકીને ગુજરાતીઓને જરાય નીચા નહીં આંકવાની વાત કરી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે.
જાણીતા ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે, આઈનોક્સ સેવન સીસ ફતેગંજ વડોદરા ફરીવાર આ નામ બોલું છું આઈનોક્સ સેવન સીઝ ફતેગંજ વડોદરા આઈનોક્સ નામની એક થિયેટર સાહેબ બપોર નો શો વડોદરામાં કોઈ ગુજરાતી ફિલ્મનું ભરાતું નથી આવી આશા સાથે ગુજરાતી ફિલ્મનો શો રાખવામાં આવેલો અને શો સીટ ટુ સીટ હાઉસફુલ હતો અને એ લોકોએ એસી બંધ કરી દીધેલું અને દોસ્તો આ એસી બંધ કરવાથી કેટલું નુકસાન જાય છે લોકોને આ એ સેવન સીઝ કદાચ એમણે સમજ્યા નહીં હોય એટલે હું આઈનોક્સ ના મેનેજરને આઈનોકસના જેટલા પણ જેટલા એમની જે સ્ટાફ મેમ્બર છે, એ લોકો એમને એવું હશે કે કોણ આવે ભાઈ ગુજરાતી પિક્ચરમાં બપોરે જોવા કોઈ નહીં આવે, એસી બંધ કરી દો, અને શો હતો હાઉસ ફૂલ. ગરમી એટલી બધી લોકોને માથે ચડી. લોકોએ આ બધી બબાલ કરી એસી ચાલુ કરાવડાવ્યું. અને ઈન બીટવીન સાહેબ 16 થી 17 મિનિટ ફિલ્મની જતી રહી. હવે આ ગુજરાતીઓના પાવરની વાત તમને કરું તો 16-17 મિનિટ જે છે એ કોઈ છોડે નહિ દોસ્ત. શરૂઆતથી ફિલ્મ જોવાનું લોકોએ મન બનાવેલું, એટલે બધાજ લોકોએ શો રોકાવાયો પાછો અને ફરીથી ફૂલ પરફેક્ટ એસીમાં શો ને ચાલુ કરવામાં આવ્યો. અને એ શો આખે આખો હાઉસફુલ હતો. તો ફતેગંજ વડોદરા આઈનોકસ આ સેવનસીસ જેટલા પણ એમના પણ જે સ્ટાફ મેમ્બર્સ છે એમને નમ્ર વિનંતી કે ગુજરાતીઓ જે ગુજરાતી ફિલ્મનો જે પાવર છે. એમને જરાય નીચા ના આંકવા. અને આવી ગુજરાતી ફિલ્મ જ્યારે આવતી હોય લોકો વખાણતા હોય લોકો વારંવાર પસંદ કરતાં હોય તો આપ સૌએ ગુજરાતીઓના પ્રેમને એકદમ સત્કારવો જોઈએ. અને ફરીવાર એસી પરફેક્ટલી ચાલુ રહે અને આવી બબાલ ન થાય એનું ધ્યાન રાખજો.
