Vadodara

વડોદરા: જાંબુઆ બ્રિજ પાસે દારૂ ભરેલી કારે અકસ્માત સર્જ્યો, બુટલેગરો દારૂ ભરેલી કાર રોડ પર મૂકી ફરાર

પ્રતિનિધિ વડોદરા તા.13
જાંબુઆ ઓવરબ્રિજ પાસે દારૂ ભરેલી કારના ચાલકે અન્ય કારને અડફેટે લીધી હતી. પરંતુ કારમાં બેઠેલા પિતાને પુત્રીને કોઈ હાનિ થઈ ન હતી. જોકે અકસ્માત કરનાર કારનો પીછો કરતા બુટલેગરો રોડ ઉપર જ કાર મૂકી ફરાર થઈ ગયા હતા. કપુરાઈ પોલીસે સ્થળ પર દોડી જઈ કારમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. કારના નંબરના આધારે પોલીસે બુટલેગરોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.
વડોદરા શહેરના જાંબવા ઓવર બ્રિજ પાસેથી ધર્મેશભાઈ પટેલ પોતાની કાર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન અન્ય એક કાર ન ચાલે કે તેમની કાર સાથે અકસ્માત કર્યું હતું. ધર્મેશ પટેલ તથા તેમની પુત્રીને કોઈ ઇજા પહોંચી ન હતી. તેઓએ કારમાંથી નીચે ઉતરી તપાસ કરતા અકસ્માત કરનાર કારમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે કારમાં બેઠેલા બુટલેગર કાર મૂકીને સ્થળ પરથી ભાગી ગયા હતા. જેની જાણ કપુરાઈ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો ? તેની તપાસ કારના નંબરના આધારે શરૂ કરી છે.

Most Popular

To Top