જરોદ સમલાયા રોડપર જીવંત વિજ વાયરો પર ઝાડ પડ્યું :
રોડ ક્રોસ કરવા જતી મહિલાનુ સંપર્કમા આવતા વિજ કરંટથી મોત :
જરોદ ગામની ત્રણ મહિલાઓ જરોદ સમલયા રોડ ઉપર ખાનગી કંપનીમાં નોકરી કરી સાંજના સમયે નોકરીથી પરત ઘરે આવતી હતી.તે સમયે સમલાયા જરોદ રોડ વચ્ચે ઝાડ પડ્યું હતું.ઝાડ પડતાની સાથે વિજપોલનો જીવંત વિજ વાયર પણ વૃક્ષમા તુટી પડ્યો હતો. જેનાથી અજાણ આ ત્રણેય ઝાડ ક્રોસ કરી પોતાના ઘરે જવા માંગતી હતી.ત્રણ પૈકી એક મહિલા ઝાડ ઉપરથી ક્રોસ કરી નીચે આવી ગઈ.જ્યારે બીજી મહિલા પ્રેમીલાબેન જયંતીભાઈ ભાલિયા પણ ઝાડ પરથી નીચે આવતા હતા ત્યારે ખબર ન હતી કે ઝાડ પર તુટેલો જીવંત વીજ વાયર મોત બની રાહ જો઼ઈ રહ્યો છે વિજ વાયરના સંપર્કમા આવતાજ જોરદાર વિજશોક લાગતા પ્રેમીલાબેનનું શરીર ઝાડ પર જ નિર્જીવ બની ઝુલતુ રહ્યુ.ત્રીજી મહિલા એ દ્રશ્ય જોતા બુમરાણ મચાવી હતી.અને મહિલા ઝાડ થી દુર જતી રહિ હતી.મહિલાની બુમરાણ અને મોતને ભેટેલી પ્રેમીલાબેનને જોતા રાહદારીઓ દોડી આવી અન્ય લોકો પણ વિજશોકનો ભોગના બને તે માટે ઘટનાની જાણ જરોદ પોલીસ કરી હતી. પીએસઆઈ ડામોર સહિત પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી ટ્રાફિક બંધ કરાવી વીજ કંપનીના અધિકારીને જાણ કરી વિજ પુરવઠો બંઘ કરાવી મહિલાના મૃતદેહને બહાર કાઢી પોસમોર્ટમ અર્થે જરોદ રેફરલ ખાતે મોકલી વઘુ કાર્યવાહિ હાથ ઘરી હતી.
મહિલા ખાનગી કંપનીમા નોકરી કરી પરત ઘરે ફરતા ઘટના બની
સમલાયા જરોદ રોડ પર ઝાડ પડતા જીવંત વિજવાયર તુટ્યા હતા.વિજ વાયરથી અજાણ મહિલા ઝાડમાંથી પસાર થતા વિજશોક લાગ્યો હતો.ત્રણ મહિલા પૈકી એકનુ મોત બેનો બચાવ થયો છે.પ્રેમીલાબેન ભાલીયા (45) રહે. જરોદ નુ મોત થયું છે.પોલીસે ઘટના સ્થળે પહોંચી વિજ સપ્લાય બંઘ કરાવ્યો હતો.મહિલા ખાનગી કંપનીમા નોકરી કરી પરત ઘરે ફરતા ઘટના બની હતી.