Vadodara

વડોદરા: જમનાબાઈ જનરલ હોસ્પિટલમાં દવાઓની અછત, દર્દીઓને હાલાકી…

શહેરના જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત અન્ય 15જેટલી એન્ટીબાયોટિક દવાઓની અછતથી દર્દીઓને હાલાકી

બે થી ત્રણ દિવસમાં દવાઓ ઇન્ડિયન રેડ ક્રોસમાંથી આવી જશે:આર. એમ.ઓ.

છેલ્લા પાંચ દિવસથી હોસ્પિટલમાં દવાઓની અછત, દવાઓના દૈનિક સ્ટોક રિપોર્ટમાં શું હોસ્પિટલ પ્રશાસનને ખ્યાલ ન આવ્યો?

મધ્ય ગુજરાતમાં સૌથી મોટી સરકારી હોસ્પિટલમાંની વડોદરામાં આવેલી એસ.એસ.જી.હોસ્પિટલ,ત્યારબાદ જી એમ ઇ આર.એસ ગોત્રી બાદ દર્દીઓ શહેરના માંડવી ચારદરવાજા થી પાણીગેટ દરવાજા વચ્ચે આવેલી જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં સારવાર માટે જતાં હોય છે. અહીં કેન્દ્ર સરકાર દ્વારા દવાઓ માટે આરટીએસ ભંડોળ જનરલ હોસ્પિટલમાં આપવામાં આવેલું હોય છે જેમાં હોસ્પિટલમાં જરૂરી સાધનો દવાઓની ખરીદી કરી શકાય છે. છેલ્લા પાંચ દિવસથી આ જમનાબાઇ જનરલ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત 15 જેટલી એન્ટિબાયોટિક દવાઓની અછત સર્જાતા અહીં દર્દીઓને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો છે. હજી પણ દવાઓનો સ્ટોક આવતા બે થી ત્રણ દિવસ લાગશે તેવું હોસ્પિટલ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે દરરોજના દવાઓનો સ્ટોક રિપોર્ટ નોંધાતો હોય છે છતાં ખૂટતી દવાઓ બાબતે હોસ્પિટલ પ્રશાસન અજાણ કે અંધારામાં કેવી રીતે હોઇ શકે?હોસ્પિટલ તંત્રની નિષ્કાળજી બહાર આવી છે


બે થી ત્રણ દિવસમાં દવાઓનો સ્ટોક આવી જશે

છેલ્લા ચાર પાંચ દિવસથી થાઇરોઇડ સહિત પંદરેક એન્ટિબાયોટિક દવાઓ નથી જેના માટે અમે ઇન્ડિયન રેડક્રોસમા દવાઓનો ઓર્ડર આપ્યો છે ત્યાંથી બે ત્રણ દિવસમાં દવાઓ આવી જશે. દર્દીઓને ખૂટતી એન્ટીબાયોટિક દવાઓની જગ્યાએ બીજા ઓપ્શનની દવાઓ આપવામાં આવી રહી છે દર્દીઓને હાલાકી નહીં પડે.
-ડો.પ્રશાંત-આર.એમ.ઓ. જમનાબાઇજનરલ હોસ્પિટલ,માંડવી

Most Popular

To Top