Vadodara

વડોદરા : જન્મ-મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા ઓરમાયુ વર્તન,વકીલો લાલઘૂમ

જન્મ-મરણ,લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ મામલે વકીલોની મ્યુ.કમિશ્નરને રજૂઆત :

મૌખીક અને લેખિતમાં ફરીયાદો અને રજુઆત કરવામાં આવી જેથી વકીલોને તથા સામાન્ય જનતાના હિતમાં વહેલામાં વહેલા તકે નિર્ણય
આવે : રિતેશ ઠક્કર

( પ્રતિનિધિ )વડોદરા,તા.31

વડોદરામાં બરોડા બાર એસોસિએશનના નવા સંગઠનના હોદ્દેદારો દ્વારા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડોક્ટર મિસ્ત્રીને આવેદનપત્ર આપી જન્મ-મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા ત્રાસ તથા નઈ જેવી બાબતોમાં કરવામાં આવતી કનડગતનો વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવવાની માંગ સાથે રજૂઆત કરી હતી.

છેલ્લા ઘણા સમયથી વડોદરાના તમામ વકિલોને જન્મ-મરણ તથા લગ્ન નોંધણી શાખા અંતર્ગત આવતા તમામ કામો તથા કાર્યવાહીમાં હાલના તમામ અધિકારીઓ તરફથી હાલાકી ભોગવવી પડે છે. જન્મ-મરણ તથા લગ્ન નોંધણી શાખાના અધિકારીઓ ધ્વારા વકીલો સાથે ખુબ જ ઓરમાયુ વર્તન કરવામાં આવી રહયુ છે તથા વકીલોને સાઇડ ટ્રેક કરીને ત્યાંના બની બેસેલા એજન્ટો અને ટાઉટોની સેવા ચાકરી કરવામાં આવી રહ્યી છે તેમજ ત્યાં નોંધણી કરાવવા આવતી સામાન્ય જનતાને તેઓ દ્વારા નિમેલા એજન્ટો અને સ્કાઉટો દ્વારા નોંધણી પ્રક્રિયા કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે.

જે તે સમયે કોરોના મહામારીના કપરા સમય દરમ્યાન સામાન્ય જનતાનુ હિત સચવાય તે હેતુસર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના ગાઇડલાઇન્સ મુજબ ઓનલાઈન એપોઇન્ટમેન્ટની સીસ્ટમ કાઢવામાં આવેલ હતી. પરંતુ હવે કોરોના મહામારીને પુરો થયાને પણ ઘણા વર્ષ ઉપરાંતનો સમય પુરો થવામાં આવ્યો છે, તેમ છતાં હજી સુધી એ જ કોરોના સમયની સીસ્ટમ ફોલો કરીને જાણી જોઈને જાહેર જનતાને પોતાના સમય મુજબ બાંધવાનો પ્રયત્ન અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. જે સમયે ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સીસ્ટમ પ્રવર્તતી ન હતી, તે સમયે લગ્ન નોંઘણીનુ પ્રમાણપત્ર 2-3 દિવસમાં મળી જતુ હતુ. પરંતુ હવે જયારે એક દિવસમાં નિયત માત્રામાં જ એપોઈન્ટમેન્ટ ફાળવવામાં આવે છે તેમ છતાં 10-15 દિવસ લગ્ન નોંધણીના પ્રમાણપત્ર માટે સામાન્ય જનતાએ રાહ જોવી પડે છે. બીબીએના સેક્રેટરી રિતેશ ઠક્કરે જણાવતા કહ્યું કે, અમારા દ્વારા મૌખીક અને લેખિતમાં ફરીયાદો અને રજુઆત કરવામાં આવેલ છે. જેથી વકીલોને તથા સામાન્ય જનતાના હિતમાં વહેલામાં વહેલા તકે નિર્ણય આવે.

Most Popular

To Top