Vadodara

વડોદરા : જનજાતિ વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી ચક્કાજામ, ABVP દ્વારા સરકારના નિર્ણયનો ઉગ્ર વિરોધ

સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવામાં આવી :

ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ચાલુ કરવાની માંગણી :

( પ્રતિનિધિ )વડોદરા,તા.13

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વડોદરા દ્વારા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેના વિરોધમાં તેમજ ગ્રાન્ટેડ લોક કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પૂન ચાલુ કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા રોઝરી સ્કૂલથી સેફ્રોન ચાર રસ્તા સુધી શિષ્યવૃત્તિ બંધ કરતાં પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું અને ઉગ્ર સુત્રોચારો સાથે વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત સરકારના આદિવાસી વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે ABVP દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં શિષ્યવૃત્તિ બંધ કરતા પરિપત્રોની હોળી કરી રસ્તા રોકો આંદોલન કરી એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

એબીપીના અગ્રણી અક્ષય રબારીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા 28 ઓક્ટોબર 2024 ના રોજ જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ, નર્સિંગ જેવી કૉલેજમાં સ્કૉલરશિપ સહાયથી એડમિશન લઇ લીધા બાદ આ ઠરાવ કરવામાં આવ્યો હોવાથી ખુબ મોટી સંખ્યામાં જનજાતિ વિધાર્થીઓ અસમંજસમા મુકાયા રહ્યાં છે તથા રોષની લાગણી અનુભુવી છે. સંસ્થાઓ દ્વારા હવે સ્કૉલરશિપ બંધ થઇ જતા કેટલાય જનજાતિ વિધાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અભાવિપ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે રોષ વ્યક્ત કરી જનજાતિ વિસ્તારોમાં કલેક્ટરના માધ્યમ થી આવેદન પત્ર આપવામાં આવ્યા છે.

વિધાર્થી સમુદાયને ધ્યાને રાખી, રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવિપ સ્પષ્ટ માંગ કરે છે કે, શિષ્યવૃતિ પાછો ખેંચવાનો પરિપત્ર શૈક્ષણિક વર્ષ 24-25માં પ્રવેશ લીધેલા વિધાર્થીઓ પર લાગુ કરવામાં આવે નહિ તથા વેકેન્ટ/ગવર્મેન્ટ ક્વોટા સીટોને મેનેજમેન્ટ ક્વોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને રદ્દ કરવામાં આવે. રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પાછલા ઘણા વર્ષોથી પડતર છે, ચાલુ શૈક્ષણિક વર્ષે પણ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રાધ્યાપક ના હોવાના કારણે કાઉન્સિલ દ્વારા આ તમામ કોલેજોની માન્યતા રદ્દ કરવામાં આવેલ છે. ગત વર્ષે પણ અભાવિપ દ્વારા રાજ્યના તમામ જિલ્લા કેન્દ્રો પર લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરુ કરવાના મુદ્દા સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાતના કાયદા વિધાશાખામાં અભ્યાસ ઇચ્છુક વિધાર્થીઓને રાહતદરે સુલભ શિક્ષણ મળી રહે તે માટે તમામ ગ્રાન્ટેડ લો કોલેજોની સ્થિતિમાં સુધારો અતિઆવશ્યક જણાઈ રહ્યો છે. વિધાર્થી હિતમાં અભાવિપ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉગ્ર આંદોલન થકી સ્પષ્ટ માંગ કરે છે કે, સરકાર દ્વાર રાજ્યની ગ્રાન્ટેડ લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા-ધોરણો પ્રમાણે પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે, આ તમામ કોલેજોની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તથા ત્વરિત પણે પ્રશ્નના નિરાકરણ સાથે પ્રવેશ પ્રક્રિયા શરુ કરવામાં આવે. ત્યારે આ માત્ર એક શરૂઆત છે. એબીવીપીની આ બંને વિષયો પરની માંગો સ્વીકારવામાં નહિ આવે તો આના થી મોટા સ્વરૂપમાં વિધાર્થી શક્તિ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top