ખોડીયારનગર જગદીશ ફરસાણના વેપારીએ ફાયર નિયમોના ઉડાવ્યા ધજાગરા :
બિલ્ડિંગમાં રહેતા 10 થી વધુ મજૂરોના માથે તોળાતું જોખમ :
( પ્રતિનિધિ ) વડોદરા તા.2
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફાયર વિભાગ દ્વારા રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરમાં ઠેર ઠેર હોસ્પિટલ સ્કૂલો, રેસ્ટોરેન્ટ હાઇરાઇઝ બિલ્ડીંગો સહિતના યુનિટોમાં ફાયર સેફટી મામલે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યાં ફાયર સેફટી અને એનઓસી ન હોય તેવા યુનિટોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે વડોદરાના ખોડીયાર નગર જગદીશ ફરસાણને પણ એનઓસી અને ફાયર સેફટીના અભાવે વીજ જોડાણ કાપી નાખી નોટિસ ફટકારવામાં આવી હતી. જે બાદ વેપારીએ આ નિયમોની ઓગણના કરી હોવાનું સામે આવ્યું છે બીજા દિવસે જગદીશ ફરસાણની શોપ ધમધમતી જોવા મળી હતી.
શનિવારે જગદીશ ફરસાણનું વીજ કનેક્શન કાપી સીલ મારવામાં આવ્યું હતું :
વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં આવેલ જગદીશ ફરસાણની શોપને ફાયર સેફટીના અભાવે સીલ મારવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ફરજ પર હાજર સ્ટેશન ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, જગદીશ ફરસાણમાં 2021-22 થી નોટીસ આપીએ છીએ. મારી પાસે 2023 નવેમ્બર મહિનામાં આમને નોટિસ આપી હતી. 2023 ના ડિસેમ્બરમાં બીજી નોટિસ આપી તે એટલે ટોટલ બે નોટિસ આપી હતી. ત્યારબાદ બીજી ઓફિસની કામગીરીમાં નોટિસો આપવા છતાં હજી સુધી કોઈ એમના તરફથી કોઈ પગલા લેવાયા નહતા. ખાસ આ જગદીશ ફરસાણમાં 10 થી 15 જેટલા લેબરો એટલે કે મજૂરો ઉપર રહે છે. નીચે ફૂડ ઝોન છે. જેમાં બધું ફરસાણ જે બનાવી રહ્યા છે. તો લેબરોની જીવનની સુરક્ષા માટે હજી સુધી પગલાં લીધા નથી. વડોદરા ફાયબ્રિગેડે તેમને સમય પણ આપ્યો હતો. નવેમ્બરથી ડિસેમ્બર થી માંડીને ઘણો બધો સમય આપ્યો છતાં પણ એમણે જે જગ્યા છે. ત્યાં જીવન ઉપાય ના સાધનો દેખાઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી તેમણે ફાયર એનઓસી લીધું નથી. તો એ જે બધી કાર્યવાહી હોય એમણે પૂરી કરી નથી તો આ અભિયાન જે છે. તેમાં વીજ જોડાણ કાપીને એમને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી જ નથી આપી. એમણે હજી સુધી અરજી પણ નથી કરી અને જે સિસ્ટમ નાખી છે એનું ઇન્સ્પેક્શન સહિતનું બધું બાકી છે. ટૂંકમાં એક દ્રષ્ટિએ જોઈએ તો નવેમ્બર અને ડિસેમ્બર સમયથી જે નોટિસ આપ્યા બાદ એમના તરફથી ડિપાર્ટમેન્ટમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. એનું કોઈ સ્થળ તપાસ પણ થઈ નથી. એટલે ટૂંકમાં જોઈએ તો જે મજૂરો છે કર્મચારીઓ છે એ લોકો અસલામત છે સેફ્ટી નથી અને એ ધ્યાનમાં રાખીને જ બંધ કરવાની કાર્યવાહી કરી હતી.
રવિવારે જનરેટર મૂકી ફરસાણની દુકાન પુનઃ શરૂ કરી દેવાઈ :
સ્ટેશન ફાયર ઓફિસરના કહ્યા મુજબ જગદીશ ફરસાણમાં એનઓસી જ નથી અને ફાયર સેફ્ટી નો અભાવ છે જેના કારણે તેને વીજ જોડાણ કાપીને શીલ મારી બંધ કરવામાં આવી હતી જોકે આ જગદીશ ફરસાણના માલિકે હળાહળ ફાયર ના નિયમોનું ઉલંઘન કર્યું હોવાનું જોવા મળ્યું છે ગતરોજ જગદીશ ફરસાણને સીલ કર્યા બાદ બીજા દિવસે આ દુકાન ફરી ધમધમતી જોવા મળી હતી. જાણે સરકાર પણ આ વેપારીનું કશું બગાડી શકવાનું ન હોય તેમ વગર ખોફે તેણે પોતાની દુકાનના દરવાજા ખુલ્લા કરી દીધા છે વીજ જોડાણ કાપી નાખતા જનરેટર મૂકીને ફરસાણનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.